માત્ર 72 કલાક એટલે કે 3 દિવસ સુધી સ્માર્ટફોનથી દૂર રહેવામાં આવે તો મગજમાં જબરદસ્ત ફેરફાર થાય છે.
રિસર્ચરોએ જણાવ્યું હતું કે, માત્ર થોડા સમય માટે મમ સ્માર્ટફોનનો ઉપયોગ બંધ રાખવાથી 1 મગજની ઍક્ટિવિટીમાં બદલાવ જોવા - મળ્યો હતો. એમાં એ ફલિત થયું હતું 1 કે ડિજિટલ ડિવાઇસ આપણી ન્યુરલ - પેટર્નને કેવી રીતે પ્રભાવિત કરે છે.

આજકોલ લોકો સ્માર્ટફોનના વ્યસની થઈ ગયા છે અને 24 કલાક તેઓ એમાં રચ્યાપચ્યા રહે છે, પણ જર્મનીમાં થયેલા એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે માત્ર 72 કલાક એટલે કે 3 દિવસ સુધી સ્માર્ટફોનથી દૂર રહેવામાં આવે તો મગજમાં જબરદસ્ત ફેરફાર થાય છે.
ત્રણ દિવસ સ્માર્ટફોનથી દૂર રહેતાં દિમાગની ઍક્ટિવિટી પર ઘણી અસર પડે છે. જર્મનીમાં હાઇડલબર્ગ યુનિવર્સિટી અને કોલોન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ સ્ટડી હાથ ધર્યો હતો, જેમાં 18થી 30 વર્ષની ઉંમરના પચીસ યુવાનોને સામેલ કરવામાં આવ્યા હતા અને તેમને 72 કલાક માટે પોતાના ફોનનો ઉપયોગ સીમિત કરવા કહેવામાં આવ્યું હતું.
માત્ર દિવસ દરમ્યાન જરૂરી વાતચીત અને કામ માટે ફોનનો વપરાશ કરવાની અનુમતિ આપવામાં આવી હતી. જમતાં પહેલાં અને જમ્યા બાદ તમામ યુવાનોના MRI સ્કેન અને સાઇકોલોજિકલ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં.
સ્ટડીનું લક્ષ્ય હતું કે, ફોનનો ઉપયોગ ઓછો કરવાથી મગજમાં કયા વિસ્તારમાં કેવો પ્રભાવ પડે છે એ જોવું. વ્યસનને લગતા ન્યુરોટ્રાન્સમીટર સિસ્ટમ સંબંધિત વિસ્તારમાં ઍક્ટિવેશનમાં બદલાવ જોવા મળ્યો હતો.
રિસર્ચરોએ જણાવ્યું હતું કે, માત્ર થોડા સમય માટે મમ સ્માર્ટફોનનો ઉપયોગ બંધ રાખવાથી 1 મગજની ઍક્ટિવિટીમાં બદલાવ જોવા – મળ્યો હતો. એમાં એ ફલિત થયું હતું 1 કે ડિજિટલ ડિવાઇસ આપણી ન્યુરલ – પેટર્નને કેવી રીતે પ્રભાવિત કરે છે.