ગુજરાત

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ દાણચોરીના હબ તરીકે ઉભરી રહ્યું છે. સોનું, ડ્રગ્સ, સિગારેટ પછી હવે હીરા ઝડપાયા

અમદાવાદ અને સુરતના ઝવેરીઓ માટે કામ કરતાં પેસેન્જરનાં ડીઆરઆઈ અધિકારીઓએ નિવેદન લીધા હતા. જેમાં મોટા માથા સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. હાલ તપાસ ચાલી રહી છે.

શહેરનું ઈન્ટરનેશનલ એરપોર્ટ દાણચોરીના હબ તરીકે ઉભરી રહ્યું છે. સોનું, ડ્રગ્સ, સિગારેટ પછી હવે હીરા ઝડપાયા હતા. અમદાવાદ ડીઆરઆઈના અધિકારીઓ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયમંડની હેરાફેરી કરતાં ત્રણ પેસેન્જરને 3 કરોડના ડાયમંડ સાથે ઝડપી પાડ્યા હતા.

અમદાવાદ અને સુરતના ઝવેરીઓ માટે કામ કરતાં પેસેન્જરનાં ડીઆરઆઈ અધિકારીઓએ નિવેદન લીધા હતા. જેમાં મોટા માથા સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. હાલ તપાસ ચાલી રહી છે.

અંદાજે ત્રણ કરોડ રૂપિયાના ડાયમંડના હીરા ડીઆરઆઈના અધિકારીઓએ જપ્ત કર્યા છે. આ ઘટનાને પગલે અમદાવાદ ઉપરાંત સુરતમાં પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આ ડાયમંડ કોણે મંગાવ્યા અને કેરીયરોને કેટલું કમિશન આપવામાં આવ્યો તેની પણ તપાસ ચાલી રહી છે.

ડીઆરઆઈનાં સૂત્રોએ જણાવ્યું કે, જપ્ત કરવામાં આવેલા ડાયમંડની વેલ્યુ ત્રણ કરોડ થવા જાય છે, પરંતુ અત્યાર સુધીમાં કેટલા ડાયમંડ કેરીયરો લાવ્યા તેની તપાસ બાદ માહિતી બહાર આવશે.

છેલ્લાં કેટલાંક દિવસોમાં અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ્સ વિભાગ દ્વારા એકલ-દોકલ મુસાફરો પાસેથી સોનાની ચીજવસ્તુઓ પકડી પાડી છે. ત્યાં વળી હીરાની દાણચોરી પણ શરૂ થઇ હોવાનું જણાઇ રહ્યું છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button