અમેરિકાએ છેડેલા ટેરીફ વોરથી સૌથી પ્રભાવીત પાડોશી કેનેડામાં વર્તમાન વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોના અનુગામી તરીકે કેનેડાની રીઝર્વ બેન્કના પુર્વ ગવર્નર માર્ક કાનીની પસંદગી કરવામાં આવી છે.
ટ્રમ્પ ટેરીફ નીતિ સમયે પુર્વ બેન્કરની પસંદગી સૂચક

અમેરિકાએ છેડેલા ટેરીફ વોરથી સૌથી પ્રભાવીત પાડોશી કેનેડામાં વર્તમાન વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોના અનુગામી તરીકે કેનેડાની રીઝર્વ બેન્કના પુર્વ ગવર્નર માર્ક કાનીની પસંદગી કરવામાં આવી છે.
59 વર્ષીય કાનીને 85.9% મતો મળ્યા હતા. નોર્થવેસ્ટ કેનેડાના રહેવાસી શ્રી માર્ક કાર્નીએ હાર્વડ યુનિ.માં અર્થશાસ્ત્રીની ડિગ્રી લીધી છે તથા ઓકસફર્ડમાં માસ્ટર ડીગ્રી મેળવી બાદમાં કેનેડાની વિવિધ બેન્કો સાથે કામ કર્યુ છે અને 2008માં તેઓને કેનેડાની રીઝર્વ બેન્કના ગવર્નર તરીકે નિશ્ચિત કરાયા હતા.
2020માં તેઓને ટાઈમ મેગેઝીને વિશ્વના સૌથી પ્રભાવશાળી 25 વ્યક્તિઓમાં સ્થાન આપ્યુ હતું. તેઓ અનેક મહત્વપૂર્ણ જવાબદારી પણ સંભાળી ચૂકયા છે તથા 2012માં કેનેડાના નાણામંત્રી પણ બન્યા હતા.
હવે કેનેડાની શાસક લીબરલ પાર્ટીએ જસ્ટીન ટ્રુડોના નેતૃત્વમાં નવી ચુંટણી જીતી શકાશે નહી તેવા સંકેત મળતા જ નેતૃત્વ પરિવર્તનનો નિર્ણય લીધો હતો અને ખાસ કરીને જે રીતે અમેરિકાએ ટેરીફ વોર છેડી છે તથા કેનેડા પર અમેરિકી આધિપત્યનો પણ સંકેત આપ્યા બાદ દેશનું સુકાન કોઈ મજબૂત હાથમાં સોંપવા નિર્ણય લેવાયો હતો.
માર્ક કેર્નીએ હાલના વડાપ્રધાન ટ્રુડોની આર્થિક નીતિના વિરોધી છે. નવા વડાપ્રધાન પર દેશના અર્થતંત્રને સંભાળવા ઉપરાંત ચુંટણી જીતવાની પણ જવાબદારી છે તથા ભારત સાથેના બગડેલા સંબંધોને તેઓ કઈ રીતે હેન્ડલ કરે છે તે પણ મહત્વનું બની જશે.