લોકસભામાં રાહુલ ગાંધીએ ચુંટણીપંચ સરકારના હાથમાં છે ; મતદાર યાદીમાં ચુંટણીપંચ જે રીતે ફેરફાર કરે છે તેના પર દેશભરમાં પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે અને તેની ચર્ચા થવી જોઈએ.
રાજયસભામાં કપિલ સિબ્બલે ટોણો માર્યો: લોકતંત્ર મુદે ટકોર

આજથી શરૂ થયેલા સંસદના બજેટ સત્રના બીજા તબકકાના પ્રારંભે 1 કલાક નવા સિમાંકન તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા સહિતના મુદે વિપક્ષોએ ધમાલ મચાવતા લોકસભા અને રાજયસભા લગભગ એક કલાક સુધી મુલત્વી રહ્યા હતા. બાદમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દેશભરમાં મતદાર યાદી અંગે પ્રશ્ર્નો ઉભા થઈ રહ્યો છે તેના પર ચર્ચાની માંગણ કરી છે.
લગભગ 1 માસ બાદ આજથી સંસદના સત્રના બીજા તબકકાનો પ્રારંભ થયો હતો. સરકાર બજેટ મંજુર કરાવવા ઉપરાંત વકફ બોર્ડ સુધારા ખરડો પણ રજુ કરવા સહિતના મુદે તૈયારી કરી છે તો વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં ચુંટણીપંચ જે રીતે ફેરફાર કરે છે તેના પર દેશભરમાં પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે અને તેની ચર્ચા થવી જોઈએ.
સરકાર વતી એવો જવાબ અપાયો કે મતદાર યાદી સરકાર તૈયાર કરતી નથી તો રાજયસભામાં સિનીયર સાંસદ કપીલ સિબ્બલે એવો કટાક્ષ કર્યો કે ચુંટણી પંચ તો સરકારના હાથમાં છે ને! જો લોકતંત્ર આ જ રીતે ચાલતુ રહેશે અને સરકાર એ ચુંટણી પંચની વકીલાત કરતી રહેશે તો પરિણામ આપણી સામે જ છે. તમામ રાજયોમાં આ મુદો છે. ચુંટણીપંચ દેશને જવાબદાર છે. તેણે જવાબ આપવો જોઈએ.