જસ્ટીન ટ્રુડોના સ્થાને આવેલા નવા વડાપ્રધાને ટ્રમ્પને હેરીપોટરના વિલન સાથે સરખાવ્યા ; કેનેડાના નવા વડાપ્રધાનનો ટ્રમ્પને પડકાર ,
ટેરીફ વોર મુદે પણ જવાબ: અમારા પર જેટલા ટેકસ લદાશે તેટલા અમે લાદશું: લીબરલ પાર્ટીના વડા તરીકે ચુંટાયા બાદ આક્રમક પ્રવચન

કેનેડાના નવા વડાપ્રધાન તરીકે લિબરલ પક્ષે દેશની રિઝર્વ બેન્કના પુર્વ ગવર્નર અને જાણીતા અર્થશાસ્ત્રી માર્ક કાનીની નિયુક્તિ કરી છે. અગાઉ એક બાદ એક વિવાદમાં સપડાયેલા જસ્ટીન ટ્રુડોએ અગાઉ જ રાજીનામુ આપી દીધુ હતું અને ગઈકાલે લિબરલ પાર્ટીની બેઠકમાં 89 ટકા બહુમતી સાથે માર્ક કાર્નીને વડાપ્રધાન તરીકે નિયુક્ત કરાયા હતા. શ્રી કાર્નીએ સતા સંભાળતા જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સીધો પડકાર ફેંકયો છે અને તેઓએ પક્ષને સંબોધીત કરતા જણાવ્યુ કે કેનેડા કયારેય પણ અમેરિકાનો હિસ્સો બનશે નહી અને આપણે ટ્રમ્પને સફળ થવા દેશુ નહી.
હાર્વર્ડ સહિતની ટોચની યુનિ.માં અર્થશાસ્ત્રનો અભ્યાસ કરનાર માર્ક કેની લાંબો સમય કેનેડાની રિઝર્વ બેન્કના ગવર્નર રહી ચૂકયા છે અને હાલ જયારે અમેરિકાએ કેનેડા પર ભારે ટેરિફ લાદયા છે તથા કેનેડાને અમેરિકાનું 51મું રાજય બનાવવા માટે તૈયારી કરી હતી તે સામે નવા વડાપ્રધાને ટ્રમ્પને સીધો પડકાર ફેંકયો છે. તેઓએ કહ્યું કે કેનેડાને કારણે અમેરિકા મહાન બની શકયુ છે પણ જો તે કેનેડા ઉપર અંકુશ કરવા માંગતા હોય તો તે કદી સફળ થશે નહી. કેનેડા એ સ્વતંત્ર દેશ રહેશે. તેમણે આરોપ મુકયો કે અમેરિકાએ કેનેડાના કુદરતી સ્ત્રોતો જમીન, પાણી અને મિનરલ પર કબ્જો કરવા માંગે છે અને જો તે સફળ થશે તો આપણી જીવન શૈલી જ નષ્ટ થઈ જશે.
તેમણે ટ્રમ્પ પર પણ પ્રહાર કર્યા હતા અને કહ્યું કે જયાં સુધી અમેરિકા તટસ્થ અને ન્યાયી રીતે કેનેડા સાથે વર્તશે નહી ત્યાં સુધી અમો વળતો પ્રહાર કરતા રહીશુ. તેઓ આપણી અર્થવ્યવસ્થાને નબળી પાડવા માંગે છે પણ આપણે તેમ થવા દઈશુ નહી. આમ હવે ટ્રમ્પને વધુ એક દેશમાંથી પડકાર મળ્યો છે. તેમણે ટ્રમ્પને હેરીપોટરના વિલન લોર્ડ હોલ્ડેમાર્ટ સાથે સરખાવ્યા હતા. જેનો અર્થ મોતની ઉડાન કે મોતની ચોરી તરીકે થાય છે. તેમણે ઉમેર્યુ કે ટેરીફ વોર આપણે શરૂ કરી નથી અને જયાં સુધી તેઓ કેનેડાને મુશ્કેલીમાં મુકતા રહેશે તો અમે તેમને છોડશુ નહી.
ગઈકાલે કેનેડાના વિદાય લેતા પ્રમુખ જસ્ટીન ટ્રુડો પોતાના અંતિમ પ્રવચન સમયે રોઈ પડયા હતા. 53 વર્ષીય ટ્રુડોએ થોડા સમય પહેલા જ રાજીનામુ આપી દીધુ હતું. તેણે કહ્યું કે તમે મને ખોટો સમજતા નથી. 10 વર્ષમાં જે કાંઈ આપણે સાથે મળીને કહ્યું છે તે કેનેડાના હિતમાં કર્યું છે અને હવે નવા નેતૃત્વ સાથે આગળ વધવાનું છે. મને કેનેડા પ્રત્યે ગર્વ છે અને રહેશે.