જાણવા જેવું

ફ્રાન્સના વૈજ્ઞાનિ એ મેળવી અનોખી સિદ્ધિ ; વૈજ્ઞાનિકોએ શોધ્યું પાણીનું ચોથું સ્વરૂપ : પ્રવાહી અને ઘન બન્ને રૂપ મોજૂદ

પાણીના આ ચોથા સ્વરૂપને હાલ પ્લાસ્ટિક આઈસ-7 નામ આપવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોએ પાણીને એક ખાસ વાતાવરણમાં 327 ડિગ્રી સેલ્સીયસથી ગરમ કર્યા બાદ પાણીના ચોથા સ્વરૂપને હાંસલ કર્યું

પાણીના ત્રણ સ્વરૂપ હોય છે. સખત, તરલ અને વરાળ એટલે કે વાયુ પણ ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ પાણીનું ચોથું સ્વરૂપ શોધ્યાનો દાવો કર્યો છે. તેમણે એ પણ સંભાવના બતાવી છે કે, અન્ય ગ્રહોમાં પાણી આ (ચોથા) સ્વરૂપમાં મોજૂદ હોઈ શકે.

પાણીના આ ચોથા સ્વરૂપને હાલ પ્લાસ્ટિક આઈસ-7 નામ આપવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોએ પાણીને એક ખાસ વાતાવરણમાં 327 ડિગ્રી સેલ્સીયસથી ગરમ કર્યા બાદ પાણીના ચોથા સ્વરૂપને હાંસલ કર્યું.

‘નેચર’ જર્નલમાં પ્રકાશિત આ અધ્યયનમાં વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ ચોથુ સ્વરૂપ પ્લાસ્ટિક આઈસ-7 ઉચ્ચ તાપમાન અને ઉચ્ચ દબાણ પર મળી શકે છે. આ પહેલા વૈજ્ઞાનિકોએ અનેક સૈદ્ધાંતિક મોડેલોમાં પાણીના આ રૂપની હાજરીને લઈને સંભાવના વ્યક્ત કરી હતી. પહેલીવાર તેમને તેમના અસ્તિત્વના પ્રમાણ મળ્યા છે.

ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ પાણીના આ ચોથા રૂપનો ખુલાસો કર્યો છે. ફ્રાન્સના ઈન્સ્ટીટયુટ લો લેંગવિન (આઈએલએલ)ના સંશોધકોના એક દળે હાલમાંજ 6 ગીગા પાસ્કલના દબાણની સાથે ઉચ્ચ ક્ષમતા વાળા ઉપકરણોના ઉપયોગ કરીને પાણીને 327 ડિગ્રી સેલ્સીયસ સુધીના ઉચ્ચ તાપમાને ગરમ કર્યું હતું. ત્યારબાદ પાણીનું ચોથુ રૂપ- પ્લાસ્ટીક આઈસ-7 મળ્યું હતું.

પ્લાસ્ટિક આઈસ-7માં તરલ પાણી અને સખત બરફ બન્નેના ગુણ હોય છે, જેને લઈને તેનું નામ પ્લાસ્ટિક આઈસ-7 રાખવામાં આવ્યું છે. સંશોધકોના અનુસાર આપણા સૂર્યમંડળના બર્ફીલા ગ્રહો જેમકે નેપ્ચ્યુન, યુરેનસ કે ગુરુનો ચંદ્ર યુરોપમાં પાણીનું ચોથું સ્વરૂપ પ્લાસ્ટિક આઈસ-7 હોઈ શકે છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button