મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર સરકાર પર રૂા.9.3 લાખ કરોડનું દેવું ; સરકારે હવે આ લાડલી બહેના યોજનાના બજેટમાં લાભાર્થી ઘટાડીને રૂા.10000 કરોડનો કાપ મુકયો છે.
મુંબઈ સહિતની મહાપાલિકાની ચુંટણીઓ આવી રહી હોવાથી લોકલ બોડી માટેની ગ્રાન્ટ વધારી છે અને જંગી દેવું હોવાથી બજેટમાં કોઈ મોટી જાહેરાત કરવામાં આવી ન હતી

ચુંટણી જીતવા લાડલી બહેના સહિતની ખેરાતો કરનાર મહારાષ્ટ્રની ભાજપ નેતૃત્વની સરકારે હવે આ લાડલી બહેના યોજનાના બજેટમાં લાભાર્થી ઘટાડીને રૂા.10000 કરોડનો કાપ મુકયો છે.
ગઈકાલે રજુ થયેલા બજેટમાં નાણામંત્રી શ્રી અજીત પવારે રાજય સરકાર પર રૂા.9.30 લાખ કરોડનું દેવું હોવાનું દર્શાવ્યું હતું અને બજેટ ખાધ રૂા.45891 કરોડ હોવાનું સ્વીકાર્યુ છે.
અહી મુંબઈ સહિતની મહાપાલિકાની ચુંટણીઓ આવી રહી હોવાથી લોકલ બોડી માટેની ગ્રાન્ટ વધારી છે અને જંગી દેવું હોવાથી બજેટમાં કોઈ મોટી જાહેરાત કરવામાં આવી ન હતી તો ચુંટણીમાં જાહેરાત થઈ હતી તે રીતે લાડલી બહેના યોજનામાં રૂા.1500થી રૂા.2100 કરવાનું અને ખેડુતોની લોન માફી પણ મુલત્વી રખાઈ છે. છતા પણ હાલની સંખ્યામાં લાડલી બહેના યોજનામાં રૂા.36000 કરોડનો ખર્ચ થશે
Poll not found