શેર બજાર, સેન્સેક્સ-નિફ્ટી ; બીએસઈ પર સેન્સેક્સ 168 પોઈન્ટના ઉછાળા સાથે 74,343.24 પર ખુલ્યો. જયારે NSE પર નિફ્ટી 0.17 ટકાના વધારા સાથે 22,536.35 પર ખુલ્યો ,
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું. સેન્સેક્સ 168 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 22,536 પર ખુલ્યો.

ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર લીલા નિશાન પર બંધ થયું. બીએસઈ પર સેન્સેક્સ 168 પોઈન્ટના ઉછાળા સાથે 74,343.24 પર ખુલ્યો. જયારે NSE પર નિફ્ટી 0.17 ટકાના વધારા સાથે 22,536.35 પર ખુલ્યો. સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેરોમાં તેજી અને 10 શેરોમાં ઘટાડો છે.
દરમિયાન, BSE ની લાર્જ-કેપ કંપનીઓમાં, ટેલિકોમ કંપની એરટેલના શેરમાં સૌથી વધુ તેજી જોવા મળી અને ખુલ્યા પછી જ 3 ટકાથી વધુનો ઉછાળો આવ્યો, આ ઉપરાંત, મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં પણ તેજી જોવા મળી. ઝોમેટોના શેરમાં 1.85% અને ટાટા મોટર્સના શેરમાં 1.64% તેજી છે. ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં 4.12%, ઇન્ફોસિસમાં 3% અને TCSના શેરમાં 1.20%નો ઘટાડો થયો છે.
એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી 0.29% ના વધારા સાથે અને હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.069% ના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. જ્યારે, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.053% ઘટ્યો છે. 11 માર્ચે વિદેશી રોકાણકારો (FII) એ 2,823.76 કરોડ રૂપિયાના શેર વેચ્યા. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DII) એ 2,001.79 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. 11 માર્ચે, યુએસ ડાઉ જોન્સ 1.14% ઘટીને 41,433 પર, S&P 500 0.76% ઘટીને 5,572 પર અને નાસ્ડેક કમ્પોઝિટ 0.18% ઘટીને 17,436 પર બંધ થયો.
ગઈકાલે એટલે કે મંગળવાર (11 માર્ચ) ના રોજ અમેરિકન બજારોમાં 4% સુધીના ઘટાડાની અસર ભારતીય બજારો પર ન દેખાઈ. સેન્સેક્સ 12 પોઈન્ટના નજીવા ઘટાડા સાથે 74,102 પર બંધ થયો. નિફ્ટીમાં 37 પોઈન્ટની તેજી રહી. તે 22,497 પર બંધ થયો. સવારે, સેન્સેક્સ લગભગ 400 પોઈન્ટ ઘટીને 73,663 ના દિવસના નીચલા સ્તર પર આવી ગયો હતો. નિફ્ટીમાં પણ 100 પોઈન્ટથી વધુનો ઘટાડો થયો. નિફ્ટી પણ દિવસના નીચલા સ્તર 22,314 પર પહોંચી ગયો.
રિયલ્ટી શેરોમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ 3.63% વધીને બંધ થયો. ઓઇલ અને ગેસ ઇન્ડેક્સમાં 1.21% તેજી રહી. મેટલ ઇન્ડેક્સ 0.53% વધીને બંધ થયો. પ્રાઇવેટ બેંકના શેર સૌથી વધુ ઘટ્યા છે. પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ 1.38% ઘટ્યો.
બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.