વડોદરાના ખાનગી સ્કૂલ સામે ; RTE એક્ટનો અમલ ન થતો હોવાનું સામે આવતા વડોદરા DEOએ ભાયલીની વિબગ્યોર સ્કૂલને 30 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
જણાવીએ કે, છેલ્લા 3-4 મહિનાથી આચાર્ય વિના જ શાળા ચાલે છે ત્યારે વાલીઓની રજૂઆત બાદ DEO ઓફિસે તપાસના આદેશ આપ્યા હતા.

વડોદરાના ભાયલીની વિબગ્યોર સ્કૂલ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. RTE એક્ટનો અમલ ન થતો હોવાનું સામે આવતા DEOએ સ્કૂલને 30 હજારનો દંડ ફટકાર્યો છે. શાળામાં ગણવેશ અને પુસ્તક સામગ્રી ખરીદવા દબાણ થતું હોવાની માહિતી સામે આવી હતી. સાથો સાથ શાળામાં લાયકાત વિનાના શિક્ષકો રાખ્યા હોવાનું પણ તપાસમાં ખુલ્યું હતું. અત્રે જણાવીએ કે, છેલ્લા 3-4 મહિનાથી આચાર્ય વિના જ શાળા ચાલે છે ત્યારે વાલીઓની રજૂઆત બાદ DEO ઓફિસે તપાસના આદેશ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અગાઉ પોદાર સ્કૂલ સામે પણ DEOએ કાર્યવાહી કરી હતી.
વડોદરા DEO મહેશ પાંડે જણાવ્યું કે, ”વિબગ્યોર સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના 100થી 150 વાલીઓ સ્કૂલ વિરૂદ્ધ ફરિયાદ કરવા આવ્યા હતા. જેના પગલે તપાસ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જે તપાસ ટીમ દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જેના પગલે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે અને સ્કૂલને 30 હજારનો દંડ ફટકારવામા આવ્યો છે”