ગુજરાત-ગોંડલના યુવાનનો શંકાસ્પદ મોતનો કેસ જેમાં હિટ એન્ડ રનમાં મોત થયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ગણેશ જાડેજાના માણસોએ માર માર્યાનો પિતાએ આક્ષેપ લગાવ્યો હતો. બબાલ પછીથી યુવક ગુમ હતો. પોલીસે ગુમ યુવકની ફરિયાદ લેવામાં પણ ગલ્લા-તલ્લા કર્યા હતા.

ગોંડલના યુવાનનો શંકાસ્પદ મોતના કેસને લઇ વધુ એક મહત્વનો ખુલાસો સામે આવ્યો છે. જેમાં રાજકુમાર જાટનું હિટ એન્ડ રનમાં મોત થયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જોકે ઘટના પછી પણ કઈ ગાડીએ અકસ્માત કર્યો તે સામે આવ્યું નથી. ત્યારે મળતી માહિતી મુજબ યુવાનના મોત અંગે પૂર્વ ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલ અને તેના માણસો પર હત્યાનો આરોપ મુકવામાં આવ્યો છે.
વધુમાં મળતી માહિતી મુજબ કુવાડવા પોલીસે યુવાનનું હીટ એન્ડ રનમાં મોત થયાનું નોંધ્યું છે. જેમાં મૃતક યુવાનના એક બાદ એક CCTV વિડિયો પણ સામે આવ્યા હતા. જોકે આટલા દિવસ થયા હોવા છતા કુવાડવા પોલીસ હજુ પણ હિટ એન્ડ રનના આરોપીને પકડી શકી નથી.
જયરાજસિંહના દીકરા ગણેશ જાડેજા વિરુદ્ધ ગંભીર આરોપ લાગ્યો હતો. ગણેશ જાડેજાના માણસોએ એક યુવક અને પિતાને માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાની ઘટના બાદ યુવક ગુમ થયો હતો અને 7 દિવસ બાદ પણ રાજકુમાર જાટનો કોઈ પતો લાગ્યો ન હતો. રાજકુમાર જાટ UPSC પરીક્ષાની તૈયારી કરતો હતો. યુવકના પિતાએ ગોંડલ પોલીસને લેખિતમાં રજૂઆત પણ કરી હતી. પૂર્વ ધારાસભ્યના કેટલાક માણસોએ બોલાવીને માર માર્યાનો પિતાનો આક્ષેપ છે.
ગણેશ જાડેજાના માણસોએ માર માર્યાનો પિતાએ આક્ષેપ લગાવ્યો હતો. બબાલ પછીથી યુવક ગુમ હતો. પોલીસે ગુમ યુવકની ફરિયાદ લેવામાં પણ ગલ્લા-તલ્લા કર્યા હતા. ગુમ થયાના 7 દિવસ પછી રાજકુમાર જાટનો મૃતદેહ મળ્યો છે. રાજકુમાર જાટ UPSC પરીક્ષાની તૈયારી કરતો હતો. પોલીસ પાસે પિતા દીકરાને શોધી લાવવા માટે કરગરતા રહ્યા અને હવે યુવકનો મૃતદેહ મળ્યો છે. પોલીસે માનસિક અસ્થિર ગણાવીને મામલાને દબાવવાના પ્રયાસનો આક્ષેપ પણ કરાયો છે.