બ્રેકીંગ ન્યુઝ

પાકિસ્તાનનું ટ્રેન હાઈજેક પ્રકરણ વધુ ગંભીર બન્યુ BLA વિદ્રોહીઓએ ‘આત્મઘાતી બોંબ જેકેટ’ પહેરી લીધા ,

અનેક બંધકોને પર્વતોમાં ઉપાડી જવાયા : રાજકીય - યુદ્ધ કેદીઓને ન છોડાય તો તમામની હત્યા કરવા અલ્ટીમેટમ

પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓએ 425 માંથી 155 મુસાફરોને મુકત કરાવ્યા: 27 વિદ્રોહીઓને ઠાર કર્યાનો દાવો ,પાક.માં સરકાર સામે ભારે આક્રોશ : ટ્રેન પણ સુરક્ષિત ન રાખી શકતા હોવાનો આરોપ , 

પાકિસ્તાનમાં કવેટાથી પેશાવર જતી અંદાજીત 500 પ્રવાસીઓ સાથેની ટ્રેનને બલોચ મુકિત સેના (બીએલએ)નાં ઉગ્રવાદીઓએ હાઈજેક કરી લીધાનાં બનાવમાં આજે 24 કલાક બાદ પણ બંધકોને મુકત કરાવી શકયા નથી. ઉગ્રવાદીઓએ આત્મઘાતી બોંબ જેકેટ પહેરી લેતા મુકિત પ્રયાસો વધુ મુશ્કેલ બન્યા છે.

પાકિસ્તાનમાં જાફર એકસપ્રેસ ટે્રનને ગઈકાલે બલોચ ઉગ્રવાદીઓએ હાઈજેક કરી હતી.ટ્રેનમાં સવાર અંદાજીત 500 પ્રવાસીઓને બચાવવા માટે પાક સરકારે પ્રયત્નો હાથ ધર્યા હતા. સૈન્ય મારફત કોઈ એટેક કરવામાં આવશે તો તમામ લોકોની હત્યા કરવાની ધમકી ઉચ્ચારી હતી.

એટલે સરકાર સાવધ બની હતી. હવે એવા નિર્દેશ સાંપડયા છે કે બલોચ ઉગ્રવાદીઓ બંધક મુસાફરો પાસે આત્મઘાતી બોંબ જેકેટ પહેરીને બેસી ગયા છે.બલોચ રાજકીય-યુદ્ધ કેદીઓ કાર્યકરો તથા લાપતા લોકોને તાત્કાલીક છોડવામાં નહિં આવે તો હત્યા કરવાની ચેતવણી આપી છે. આ માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

પાકિસ્તાનનાં સુરક્ષા તંત્રના સુત્રોએ ટ્રેનમાં 425 મુસાફરો હોવાનો દાવો કર્યો છે. બલોચ ઉગ્રવાદીઓએ 214 મુસાફરોને બંધક બનાવ્યાનો દાવો કર્યો છે. બલોચ ઉગ્રવાદીઓની સંખ્યા વિશે હજુ ચિત્ર સ્પષ્ટ થયુ નથી. 27 ને મારી નાખવામાં આવ્યાનો દાવો કરાયો છે.155 મુસાફરોને મુકત કરાયો છે. 155 મુસાફરોને મુકત કરાવી લેવાયાનું પણ સુત્રોએ જણાવ્યું છે.

પાકિસ્તાનની અફઘાન-ઈરાન સીમા નજીકનાં બલોચીસ્તાન પ્રાંત ખાણ ખનીજથી સમૃદ્ધ છે. અનેક ઉગ્રવાદી સંગઠનો પાક સામે જંગે ચડેલા છે. અને તેમાં બીએલએ સૌથી મોટુ સંગઠન છે.

પાક સુરક્ષા તંત્ર દ્વારા બચાવી લેવાયેલા મુસાફરોને સલામતી હેઠળ રવેટા લાવવામાં આવ્યા હતા. મુસાફરોએ કહ્યું કે બલોચ ઉગ્રવાદીઓ દ્વારા હુમલા-મારઝુડ કરવામાં આવી હતી.

કેટલાંક ઘાયલ થયા હતા.કેટલાંકના મોત નીપજયા હતા. ગોળીબાર વખતે નીચે સુઈ જવા સુરક્ષા તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી હતી. પાકિસ્તાનમાં સરકાર સામે રોષ જોવા મળ્યો હતો. પંજાબ અને સિંઘ ક્ષેત્રથી બલોચિસ્તાનને રેલવે વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે.

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button