રેવડી કલ્ચર મામલે નારાયણ મુર્તિની રાજકીય પક્ષોને ફટકાર મફતની સ્કીમોમાંથી કોઈ દેશને સફળતા નથી મળી
ઉદ્યમીઓને સંબોધનમાં ઈન્ફોસીસનાં સહ સંસ્થાપકે કહ્યું- રોજગારી પેદા કરીને તમે ગરીબીની સમસ્યા ઉકેલશો

ચૂંટણી જીતવા રાજકીય પક્ષો લોકોને જે રીતે ‘રેવડી’ વેરી રહ્યા છે તેની સામે જાણીતા ઉદ્યોગપતિ અને ઈન્ફોસીસનાં સહ સંસ્થાપક નારાયણ મૂર્તિએ વિરોધ દર્શાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ રીતે મફતમાં વસ્તુઓ વહેંચવાથી દેશમા ગરીબી દુર નહિં થાય. બલકે ગરીબી દુર કરવા રોજગાર તૈયાર કરવાનું આહવાન કર્યુ હતું.તેમણે કહ્યું હતું કે જો આપણે નવોન્મેષી ઉધમ બનાવવામાં સક્ષમ છીએ તો ગરીબી સૂર્યવાળી સવારે ઝાકળનાં બિંદુની જેમ ગાયલ થઈ જશે.
મુર્તિએ ઉદ્યમીઓને સંબોધન કરતા કહ્યું હતું કે મને કોઈ શંકા નથી કે તમારામાંથી દરેક વ્યકિત સેંકડો-હજારો નોકરીઓ પેદા કરશે અને આ રીતે ગરીબીની સમસ્યાનું સમાધાન કરશુ. મૂર્તિએ રાજકીય પાર્ટીઓને ટાર્ગેટ કરતાં કહ્યું હતું કે આપ મફતમાં ભેટ આપીને ગરીબોની સમસ્યાનું સમાધાન નથી કરી શકતા,
આમાં કોઈપણ દેશ સફળ નથી થયો મુર્તિએ સ્પષ્ટ કર્યું હતું કે તેને રાજનીતી કે શાસનનાં બારામાં વધુ જાણકારી નથી પરંતુ તેમણે નીતિગત માળખાનાં દ્રષ્ટિકોણથી કેટલીક ભલામણ કરી છે તેમણે કહ્યું હતું કે લાભના બદલામાં સ્થિતિમાં સુધારાનું પણ આકલન કરવુ જોઈએ.