એક પછી એક ચોંકાવનારા નિર્ણયો લેનારા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે 41 દેશો પર વ્યાપકપણે મુસાફરી પ્રતિબંધ મૂકવાની યોજના અંગે વિચારી રહ્યા છે
ટ્રમ્પની આ નીતિ 20 જાન્યુઆરીએ દ્વારા જારી કરાયેલા એક એક્ઝિક્યુટિવ ઓર્ડરનો એક ભાગ છે જેમાં વિદેશી નાગરિકો માટે કડક સુરક્ષા તપાસ ફરજિયાત કરવામાં આવી હતી.

એક પછી એક ચોંકાવનારા નિર્ણયો લેનારા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે 41 દેશો પર વ્યાપકપણે મુસાફરી પ્રતિબંધ મૂકવાની યોજના અંગે વિચારી રહ્યા છે. આ પ્રસ્તાવિત નીતિ ખાસ કરીને ભારતના પાડોશી દેશો જેમ કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને મ્યાનમારને અસર કરી શકે છે.
ટ્રમ્પની આ નીતિ 20 જાન્યુઆરીએ દ્વારા જારી કરાયેલા એક એક્ઝિક્યુટિવ ઓર્ડરનો એક ભાગ છે જેમાં વિદેશી નાગરિકો માટે કડક સુરક્ષા તપાસ ફરજિયાત કરવામાં આવી હતી. આ આદેશમાં ઘણા કેબિનેટ અધિકારીઓને 21 માર્ચ સુધીમાં એવા દેશોની યાદી સુપરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો જ્યાં અપર્યાપ્ત તપાસ અને સ્ક્રિનિંગ પ્રક્રિયાઓને કારણે મુસાફરી પર સંપૂર્ણ અથવા આંશિક પ્રતિબંધ મૂકવો જોઈએ.
અહેવાલ અનુસાર અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવા માટે ટ્રમ્પ દ્વારા આ પગલું ભરવામાં આવી શકે છે. જોકે હજુ સુધી 41 દેશોની યાદીને ફાઈનલ ટચ નથી અપાયો અને તેમાં ફેરફાર થવાની શક્યતા રહેલી છે. આ યાદીને હજુ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોની સહમતિની સાથે વહીવટી મંજૂરીની જરૂર પડશે.
પ્રસ્તાવિત ‘ટ્રાવેલ બૅન’ નો સામનો કરનારા દેશોને ત્રણ જૂથમાં વહેંચાયા છે
તેમાં અફઘાનિસ્તાન, ઈરાન, સીરિયા, ક્યુબા અને ઉત્તર કોરિયા જેવા દેશોનો સમાવેશ થાય છે. આ દેશોના નાગરિકોને અમેરિકાના વિઝા આપવા સામે સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.
તેમાં ઈરિટ્રિયા, હૈતી, લાઓસ, મ્યાનમાર અને દક્ષિણ સુદાન જેવા દેશોનો સમાવેશ થાય છે. આ દેશો સામે આંશિક પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ છે, જેમાં ટુરિસ્ટ, સ્ટુડન્ટ અને કેટલાક ઇમિગ્રન્ટ વિઝા સુધી મર્યાદિત રહેશે. જોકે કેટલાક અપવાદો શક્ય છે. તેમાં બેલારુસ, પાકિસ્તાન અને તુર્કમેનિસ્તાન જેવા દેશોનો સમાવેશ થાય છે. આ દેશોને આંશિક વિઝા પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે. પણ આમાં શરત એટલી છે કે તેમની સરકારોએ 60 દિવસની અંદર સુરક્ષાને લગતી ખામીઓને દૂર કરવી પડશે. આ પ્રસ્તાવિત પ્રતિબંધની સૌથી મોટી અસર ભારતના પડોશી દેશો ખાસ કરીને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પર પડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાનને સંપૂર્ણ મુસાફરી પ્રતિબંધની યાદીમાં સામેલ કરવામાં આવી શકે છે, જ્યારે પાકિસ્તાનને પણ આ યાદીમાં સામેલ કરવાની ભલામણ કરવામાં આવી છે. આનાથી આવા દેશોના નાગરિકો માટે અમેરિકામાં પ્રવેશ કરવો મુશ્કેલ બની શકે છે. તેનાથી અફઘાનિસ્તાનના શરણાર્થીઓ અને સ્પેશિયલ ઇમિગ્રન્ટ વિઝા (SIV) ધારકો પર મોટી અસર પડી શકે છે જે તાલિબાન સત્તામાં આવ્યા બાદ અમેરિકા પહોંચ્યા હતા. જોકે એવી પણ ચર્ચા છે કે અમેરિકાનો વિદેશ મંત્રાલય SIV ધારકોને પ્રતિબંધમાંથી મુક્તિ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે.