સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર આવતીકાલે 18 માર્ચ મંગળવારના રોજ પૃથ્વી પર પાછા ફરશે ,
નાસા તેમના વાપસીનું લાઈવ કવરેજ પરાશ્રિત કરશે ત્યારે તેમના પાછા આવવાના કલાકો ગણાઈ રહ્યા છે.

નાસાએ રવિવારે સાંજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંને અવકાશયાત્રીઓ 18 માર્ચ મંગળવારના રોજ પૃથ્વી પર પાછા ફરશે. નાસાએ આશા વ્યક્ત કરી છે કે બંને મુસાફરો ફ્લોરિડા કિનારે ઉતરશે. નાસા પણ વાપસીનું લાઇવ કવરેજ પ્રસારિત કરશે. ડ્રેગન અવકાશયાનના હેચને બંધ કરવાની તૈયારીઓ સાથે લાઇવ કવરેજ શરૂ થશે.
અવકાશમાં રહેલા સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને પાછા લાવવાની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. છેલ્લા 9 મહિનાથી આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં ફસાયેલા બંને અવકાશયાત્રીઓને 19 માર્ચે સફળતાપૂર્વક પૃથ્વી પર પાછા લાવવામાં આવશે. નાસાએ બંનેના પાછા ફરવા અંગે એક મોટું અપડેટ આપ્યું છે.
નાસાએ રવિવારે સાંજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંને અવકાશયાત્રીઓ 18 માર્ચ મંગળવારના રોજ પૃથ્વી પર પાછા ફરશે. નાસાને આશા છે કે બંને મુસાફરો ફ્લોરિડા કિનારે ઉતરશે. તો આ સાથે નાસા પણ વાપસીનું લાઇવ કવરેજ પ્રસારિત કરવા જઈ રહ્યું છે. ડ્રેગન અવકાશયાનના હેચને બંધ કરવાની તૈયારીઓ સાથે લાઇવ કવરેજ શરૂ થશે. નાસાના અવકાશયાત્રી નિક હેગ અને રોસકોસ્મોસ રશિયા અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ ડ્રેગન કેપ્સ્યુલમાં પાછા ફરશે.
શુક્રવારે 14 માર્ચના રોજ સ્પેસએક્સે ક્રૂ-10 મિશન લોન્ચ કર્યું હતું. ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલને ફાલ્કન-9 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ હેઠળ આ ISS માટે 11મી ક્રૂ ફ્લાઇટ છે.સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર માર્ચના અંત સુધીમાં પૃથ્વી પર પાછા ફરવાના હતા. પરંતુ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્કને તેમને વહેલા પાછા લાવવા વિનંતી કર્યા બાદ મિશન ઝડપી બનાવવામાં આવ્યું હતું.