ગાંધીનગર ખાતે આજે વિધાનસભાની બેઠક જેમાં આજે પ્રશ્નોત્તરી કાળ થી બેઠકની શરૂઆત કરવામાં આવશે.
જે બાદ બપોરે 2.30 વાગે બીજી બેઠક મળનાર છે. જેમાં પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત કરવામાં આવશે.

આજે વિધાનસભા ની બે બેઠકો મળનાર છે. જેમાં સવારે 9 વાગ્યાથી વિધાનસભાની પ્રથમ બેઠક મળનાર છે. આ સભાની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી કરવામાં આવશે. આ ઉપરાંત આ બેઠકમાં ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. વધુમાં મળતી માહિતી મુજબ શ્રમ રોજગાર, સામાજિક ન્યાય અધિકારીતા તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રશ્નોની પણ ચર્ચા થશે.
જે બાદ બપોરે 2.30 વાગે બીજી બેઠક મળનાર છે. જેમાં પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત કરવામાં આવશે.
જેમાં નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ, જળ સંપત્તિ, પાણી પુરવઠા, અન્ન અને નાગરિક પુરવઠા, સહકાર અને પ્રોટોકોલ સહિતના મુદ્દા પર પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચા કરાશે. અને પ્રશ્નોત્તરી કાળ બાદ માંગણીઓ પર ચર્ચા અને મતદાન થશે. આ ઉપરાંત ઉદ્યોગ અને ખાણ વિભાગ, શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગ તથા મહેસૂલ વિભાગ ની માંગણીઓ પર ચર્ચા વિચારણા કરીને મતદાન કરવામાં આવનાર છે.