ગુજરાત

ગુજરાતમાં ફરી એક વખત અનામતનું ભૂત ધુણ્યુ છે. OBC નેતા નવઘણજી ઠાકોરના અનામત મુદ્દે આપેલા નિવેદન બાદ રાજકારણ ગરમાયું ,

ગુજરાતમાં પણ OBCની 54 ટકા વસ્તી છે તો ગુજરાતમાં પણ 54% OBC અનામત થવું જોઇએ. નવઘણજી ઠાકોરે કહ્યું કે, જો આવનારા સમયમાં અનામત આપવામાં નહીં આવે તો ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોને ગામમાં ઘુસવા દેવામાં નહીં આવે.

ગુજરાતમાં ફરી એક વખત અનામતનું ભૂત ધુણ્યુ છે. OBC નેતા નવઘણજી ઠાકોરના અનામત મુદ્દે આપેલા નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. નવઘણજીએ કહ્યું કે, તેલંગાણા સરકાર દ્વારા 23% OBC અનામતને વધારીને 42 ટકા કરવામાં આવ્યું છે.

તો ગુજરાતમાં પણ OBCની 54 ટકા વસ્તી છે તો ગુજરાતમાં પણ 54% OBC અનામત થવું જોઇએ. નવઘણજી ઠાકોરે કહ્યું કે, જો આવનારા સમયમાં અનામત આપવામાં નહીં આવે તો ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોને ગામમાં ઘુસવા દેવામાં નહીં આવે.

અનામત વધારવી કે ઘટાડવી તે સંપૂર્ણ પાવર રાજ્ય સરકારનો છે. ગુજરાતના OBC સમાજના ચૂંટાયેલા ધારાસભ્યોને અપીલ કરૂ છું કે, વિધાનસભાનું સત્ર ચાલુ છે ત્યારે વિધાનસભામાં બિલ લાવી ગુજરાતમાં OBC સમાજને 54 ટકા અનામત આપવામાં આવે તેવી મારી માંગણી છે.

આ સાથે જ OBC નેતાએ કહ્યું કે, ’સમગ્ર ગુજરાતના OBC સમાજના તમામ આગેવાનો, તમામ રાજકીય લીડરો, સરકારી કર્મચારીઓ સૌને અપીલ કરૂ છું કે અન્ય રાજ્યોની અંદર OBC સમાજને ખુબ લાભ મળે છે પણ ગુજરાતમાં OBC સમાજને અન્યાય થાય છે.

ત્રણેય પાર્ટીઓની પરીક્ષા લેવાનો હવે સમય આવ્યો છે. જો OBC સમાજનું હિત ચાહતા હોય, OBC સમાજના વિકાસની ભાવના હોય તો વિધાનસભામાં 54 ટકા OBC અનામતનું બિલ લાવી ગુજરાતમાં OBCને 54 ટકા અનામત મળે તેવી માંગ કરો.’

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યારે OBC (અન્ય પછાત વર્ગ) સમાજને હાલમાં 27% અનામત મળે છે. આ અનામત શિક્ષણ સંસ્થાઓ (જેમ કે મેડિકલ, એન્જિનિયરિંગ કોલેજો) અને સરકારી નોકરીઓમાં લાગુ છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button