જાણવા જેવું
અલાહાબાદ હાઈકોર્ટે સગીરાની છાતીને સ્પર્શ અને વસ્ત્રની નાડી તોડવાને દુષ્કર્મનાં પ્રયાસની જગ્યાએ ગંભીર યૌન ઉત્પીડન ગણાવ્યું ,
અલાહાબાદ હાઈકોર્ટે પોકસો કોર્ટનાં જજનું સમન સુધારી નવેસરથી મોકલવા આદેશ આપ્યો

અલાહાબાદ હાઈકોર્ટે સગીરાની છાતીને સ્પર્શ અને વસ્ત્રની નાડી તોડવાને દુષ્કર્મનાં પ્રયાસની જગ્યાએ ગંભીર યૌન ઉત્પીડન ગણાવ્યું છે.ન્યાયમુર્તિ રામ મનોહર નારાયણ મિશ્રની સિંગલ બેન્ચે કાસગંજનાં સ્પેશ્યલ હજ (પોકસો કોર્ટ)નાં સમન આદેશને સંશોધીત કર્યો છે અને નવેસરથી સમન મોકલવાનો આદેશ કર્યો છે.
હાઈકોર્ટે જણાવ્યુ હતું કે દુષ્કર્મનાં આરોપમાં ઈસ્યુ સમન કાનુની નથી આ કેસમાં અરજદાર આકાશ, પવન અને અશોકને સમન પાઠવવામાં આવ્યુ હતું. હાઈકોર્ટે નિર્દેશ કર્યો હતો કે આરોપીઓની સામે ગંભીર યૌન હુમલા અંતર્ગત કેસ ચલાવવામાં આવે.આરોપીઓ સામે દુષ્કર્મનો અપરાધ નથી બનતો.
ફરીયાદી પક્ષનાં અનુસાર આરોપીઓએ 11 વર્ષની પીડીતાની છાતીને પકડી તેના વસ્ત્રની નાડી તોડી નાખી પુલીયાની નીચે ખેંચવાની કોશીશ કરી હતી પણ આજુબાજુનાં લોકોના હસ્તક્ષેપનાં કારણે આરોપીઓ ઘટના સ્થળેથી ભાગી નીકળ્યા હતા.
Poll not found