ઈન્દ્રનીલ રાજગુરૂ ; ગૃહ મંત્રી જાહેર ચર્ચામાં આવે તો ગુંડાઓનું લીસ્ટ હું આપીશ ,
ઈન્દ્રનીલ રાજગુરૂએ જણાવ્યું છે કે, ભાજપમાં જ ગુંડાઓ, બુટલેગરો ભ્રષ્ટાચારીનું ઘર છે તેના પ્રશ્ને શું કરવા માંગે છે તેની સ્પષ્ટતા પણ ગ્રહ મંત્રીએ કરી હોત તો લોકોના હિતમાં કામ કરે છે તેવું લાગશે.

રાજકોટ 68ના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરૂની યાદી મુજબ ભાજપ દેખાડાનો દરબાર, લુચ્ચાઈનું પ્રતિક, બુટલેગરીનો ધંધો ગુંડાઓનું ઘર, લોકોને છેતરવાનું મશીન બની ગયું છે. શાસક પક્ષના આદેશથી રાજયભરમાં ગુંડાગીરી બેકાબૂ બની છે. બુટલેગરો, ગુંડાઓ, ભૂમાફિયાઓ, ભ્રષ્ટાચારીઓ સત્તાધિશોની સીધી દોરવણી હેઠળ કામ કરી રહ્યા છે.
વધુમાં ઈન્દ્રનીલ રાજગુરૂએ જણાવ્યું છે કે, ભાજપમાં જ ગુંડાઓ, બુટલેગરો ભ્રષ્ટાચારીનું ઘર છે તેના પ્રશ્ને શું કરવા માંગે છે તેની સ્પષ્ટતા પણ ગ્રહ મંત્રીએ કરી હોત તો લોકોના હિતમાં કામ કરે છે તેવું લાગશે.
ભાજપ સરકારના આવા સુફિયાણા નિવેદનો સતત આવતા રહેતા હોય છે પરંતુ તેનો અમલ ભાજપના રાજકીય લાભ પુરતો સીમિત છે. જયારથી ભાજપ સરકાર આવી છે ત્યારથી ગુંડાઓને દબાવી ભાજપમાં ભેળવી તેઓ દ્વારા દબાણપૂર્વકના મતો મેળવવાનું કામ કરે છે.
ગ્રહ મંત્રી સાથે જાહેરમાં ચર્ચા કરવાનો અવસર મળશે તો આખા ગુજરાતમાં ભાજપના લોકસભા, ધારાસભા, પંચાયત, કોર્પોરેશનના સભ્યોનું કે જેઓનો ઈતિહાસ ગુંડાગીરીનો રહ્યો છે તેનું લીસ્ટ આપીશ.
ભાજપ ભ્રષ્ટાચાર અને મત માટે ગુંડાઓનું ઘર બની ગયું છે. દેશમાં બિહાર રાજય અસામાજિક લોકોનું ઘર હતું કારણ કે આવા ગુંડાઓ અને અસામાજિક લોકોને સરકાર પોલીસ દ્વારા બચાવ કરાવતી હતી.
ગુજરાત પોલીસ કર્મીઓને અંગત રીતે કોઈ નાગરિક પુછશે તો ખબર પડશે કે દાયદાઓથી ભાજપ સરકાર પોલીસ દ્વારા દારૂના ધંધા, ગુંડાઓને બચાવવાનું કામ કરી રહી છે.
મોદીજીના મુખ્યમંત્રી કાર્યકાળથી આજ સુધીમાં અનેક નિષ્ઠાવાન આઈપીએસ અધિકારીઓને કે જેઓ કાયદાના પાલનના આગ્રહી હતા તેવા ઉચ્ચ પોલીસ અધિકારીઓને જેલમાં નાખ્યા, નબળી જગ્યા પર બદલી કરી તેવા નિષ્ઠાવાનના પેન્શન અટકાવવાના અનેક દાખલાઓ આ સરકારમાં છે.
રાજયના ગૃહ મંત્રી રાજયમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને ખાડે ગયેલ કાયદા કાનૂન બાબતમાં સરકારને બગડેલ આબરૂ પર ઢાંકપિછોડો કરવા માંગે છે. બે પાંચ ગુંડાઓ જે ભાજપના કહ્યામાં ન હોય તેવા લોકો પર કાર્યવાહી કરી કાયદા અમલનો લોક પૈસે ખર્ચ કરી ઢંઢેરો પીટાવશે તે નકકી છે.
સરકાર આમ નાગરીકને બેધડક ન્યાય માટે પોલીસ સ્ટેશન જઈ શકે તેવું ભાજપની સરકારમાં નામુમકીન છે. ગુંડાઓથી ભરેલ સરકાર પોલીસ ઈચ્છે તો પણ કામ કરવા દેવા માગતી ન હોય ત્યારે લોકોને સમજવાની જરૂર છે.
સરકારી અધિકારીઓ અને પોલીસ દ્વારા ભ્રષ્ટાચારમાં ડૂબેલ ભાજપ સરકાર પાસે ખોટી અને મોટી વાતોની અપેક્ષા રાખી શકાય ભાજપ ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય પણ લોક ઉપરાણું લઈ શકતા નથી.
ભાજપમાં રહેલા સારા સભ્યોને પણ ચુપ રહેવું પડતું હોય છે. ત્યારે ગ્રહ મંત્રીની આવી સુફિયાણી વાતોનો મતલબ નથી. ગ્રહ મંત્રીને ઈશ્વરના સોગંદે પૂછીશ કે લોક પ્રતિનિધિ સામાન્ય હોય તે પણ નથી બોલી શકતા પરંતુ મુખ્યમંત્રી પણ તેમની ઈચ્છા મુજબ આ ડબલ એન્જિનની સરકારમાં બોલી શકે છે ખરા? તેવો વેધક સવાલ પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરૂએ ઉઠાવ્યો છે.