ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું. સેન્સેક્સ 193 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 23,168 પર ખુલ્યો.
ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સ, યુનિકેમ લેબોરેટરીઝ, હેપ્પીએસ્ટ માઇન્ડ્સ ટેક્નોલોજીસ, પિરામલ ફાર્મા, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન, એશિયન પેઇન્ટ્સ, કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, તમિલનાડ મર્કેન્ટાઇલ બેંક અને એન્ડ્યુરન્સ ટેક્નોલોજીસના શેર ફોકસમાં રહેશે.

ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું. બીએસઈ પર સેન્સેક્સ 193 પોઈન્ટના ઘટાડા સાથે 76,155.00 પર ખુલ્યો. જયારે NSE પર નિફ્ટી 0.10 ટકાના ઘટાડા સાથે 23,168.25 પર ખુલ્યો.
આજના ટ્રેડિંગ દરમિયાન લોયડ્સ મેટલ્સ એન્ડ એનર્જી, અશોકા બિલ્ડકોન, સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સ, યુનિકેમ લેબોરેટરીઝ, હેપ્પીએસ્ટ માઇન્ડ્સ ટેક્નોલોજીસ, પિરામલ ફાર્મા, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન, એશિયન પેઇન્ટ્સ, કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, તમિલનાડ મર્કેન્ટાઇલ બેંક અને એન્ડ્યુરન્સ ટેક્નોલોજીસના શેર ફોકસમાં રહેશે.
એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી 0.37% વધ્યો છે. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 1.67% ઘટ્યો છે. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.68% ઘટ્યો છે. 20 માર્ચે, અમેરિકાનો ડાઉ જોન્સ 0.027% ઘટીને 41,953 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 0.33% અને S&P 500 ઇન્ડેક્સ 0.22% ઘટ્યો. 20 માર્ચે, વિદેશી રોકાણકારો (FII) એ 3,239.14 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. જ્યારે સ્થાનિક રોકાણકારો (DII) એ 3,136.02 કરોડ રૂપિયાના શેર વેચ્યા.
ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે ગુરુવારે શેરબજાર ગ્રીન ઝોનમાં વધારા સાથે બંધ થયું. બીએસઈ પર સેન્સેક્સ 899 પોઈન્ટના વધારા સાથે 76,348.06 પર બંધ થયો. જયારે NSE પર નિફ્ટી 1.24 ટકાના વધારા સાથે 23,190.65 પર બંધ થયું. ટ્રેડિંગ દરમિયાન, ભારતી એરટેલ, ટાઇટન કંપની, બજાજ ઓટો, આઇશર મોટર્સ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝના શેર નિફ્ટીના ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે ઇન્ડસઇન્ડ બેંક, બજાજ ફાઇનાન્સ, ટ્રેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને બજાજ ફિનસર્વના શેર ટોપ લૂઝર્સ શેરોની યાદીમાં સામેલ હતા.
બધા ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં ટ્રેડ થયા. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો લગભગ 1 ટકા વધ્યા. ભારતના બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ ગુરુવારે વધારો નોંધાવ્યો. ફેડરલ રિઝર્વે વર્ષ માટે વ્યાજ દરમાં ઘટાડો કરવાની આગાહી જાળવી રાખતાં માહિતી ટેકનોલોજી શેરોમાં તેજી જોવા મળી. બધા 13 મુખ્ય ક્ષેત્રોમાં વધારો નોંધાયો. અમેરિકામાંથી તેમની આવકનો મોટો હિસ્સો મેળવતી IT કંપનીઓએ 1.3 ટકાનો વધારો નોંધાવ્યો હતો.
બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.