શેરબજારમાં આજે 30શેરનો સેન્સેક્સ ઇન્ડેક્સ ખુલતાની સાથે જ 78000 ને પાર કરી ગયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ લગભગ 100 પોઈન્ટના વધારા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું.
ગઈકાલે સોમવારે પણ સેન્સેકસમાં મોટો ઉછાળો નોંધાયો હતો. ત્યારે આજે માર્કેટ ખૂલતાની સાથે જ સેન્સેક્સ 300 અને નિફ્ટીમાં 100 પોઈન્ટનો ઉછાળો દેખાઈ રહ્યો છે.

ભારતીય શેરબજારમાં તેજીનો ટ્રેન્ડ ચાલુ છે. સોમવારથી શરૂ થયેલો ઉછાળો મંગળવારે પણ ચાલુ રહ્યો અને સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે જ તેજીમાં જોવા મળ્યા. એક તરફ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30શેરનો સેન્સેક્સ ઇન્ડેક્સ ખુલતાની સાથે જ 78000 ને પાર કરી ગયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ લગભગ 100 પોઈન્ટના વધારા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું. શરૂઆતના કારોબારમાં, TCS, HCL અને ઇન્ફોસિસના શેરમાં ઉછાળો જોવા મળ્યો.
મંગળવારે શેરબજારમાં કારોબારની શરૂઆતમાં BSE સેન્સેક્સ તેના અગાઉના બંધ સ્તર 77984.38 થી ઉછળીને 78000 ને પાર કરીને સીધો 78296.28 પર ખુલ્યો. આ પછી થોડીવારમાં તેની ગતિ વધી અને આ ઇન્ડેક્સ 78402.92 ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો. NSE નિફ્ટીની વાત કરીએ તો આ ઇન્ડેક્સ 23751.50 પર ટ્રેડિંગ શરૂ કર્યું જે તેના અગાઉના બંધ 23658.35 થી વધીને 23766 પર પહોંચ્યું. મજબૂત શરૂઆત પછી શરૂઆતના ટ્રેડિંગમાં સેન્સેક્સ-નિફ્ટીની ગતિ ધીમી પડી હોય તેવું લાગતું હતું અને બંને સૂચકાંકો તેમના પ્રારંભિક લાભ ગુમાવતા જોવા મળ્યા હતા પરંતુ અચાનક સેન્સેક્સ-નિફ્ટીએ ફરીથી ગતિ પકડી લીધી.
મંગળવારે શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થતાં જ જે 10 શેરોમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો. તેમાંથી લાર્જ કેપ કંપનીઓ ઇન્ફોસિસ શેર (2.20%), HCL ટેક શેર (2.10%), TCS શેર (1.90%) વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. મિડકેપ કંપનીઓમાં PSB શેર (7.36%), IREDA શેર (3.18%), ટાટા ટેક શેર (2.74%) અને Paytm શેર (2.10%) વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. સ્મોલકેપ શેરોમાં SG ફિન શેર (16.18%), BMW શેર (7.26%) અને Exicom શેર (4.43%) સૌથી ઊંચાઈ પર ટ્રેડ કરી રહ્યા છે.