દેશ-દુનિયા

છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર બનેલી ફિલ્મ ‘છાવા’ને સંસદમાં દર્શાવવામાં આવશે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓ હાજર રહેશે.

બાહુબલી-2 કરતા પણ ફિલ્મે વધુ કમાણી કરી છે. પઠાણ તથા ગદર-2 ની કમાણીને પણ વટાવી જાય તેમ છે. મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબરનો વિવાદ ચાલી રહ્યો છે.

છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર બનેલી ફિલ્મ ‘છાવા’ને સંસદમાં દર્શાવવામાં આવશે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓ હાજર રહેશે.

સંસદમાં આગામી 27મી માર્ચે તેનું સ્ક્રીનીંગ થશે.વિકી કૌશલ અભિનિત આ ફિલ્મ સંભાજી મહારાજની વીરતા દર્શાવે છે.બોકસ ઓફીસ પર ફિલ્મ હીટ સાબીત થઈ છે. ચોથા સપ્તાહમાં પણ ફિલ્મ ટંકશાળ પાડવા સાથે નવા રેકોર્ડ સર્જી રહી છે.

બાહુબલી-2 કરતા પણ ફિલ્મે વધુ કમાણી કરી છે. પઠાણ તથા ગદર-2 ની કમાણીને પણ વટાવી જાય તેમ છે. મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબરનો વિવાદ ચાલી રહ્યો છે. ફિલ્મ છાવાથી આ વિવાદ વકર્યો હોવાના રાજકીય વિધાનો પણ થયા હતા તેવા સમયે સંસદમાં તેનુ સ્ક્રીનીંગ મહત્વનું છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button