ગુજરાત

આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ; આ બેઠકમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ, સિંચાઈ માટેના ખેડૂતોને પાણી આપવા બાબતે અને અન્ય કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

કેન્ડલ માર્ચમાં આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ રણજીતસિંહ મોરી પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી આરોગ્ય વિભાગના ક્લાસ ત્રણના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે

આજે ગાંધીનગરમાં સવારે 10 વાગે કેબિનેટ બેઠક મળશે. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. આ બેઠકમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ, સિંચાઈ માટેના ખેડૂતોને પાણી આપવા બાબતે અને અન્ય કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત તુવેર અને મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં થયેલા આરોપ અંગે પણ ચર્ચા થઈ શકે છે. મળતી માહિતી મુજબ, ગ્રામ પંચાયતોની અટકેલી ચૂંટણી સંદર્ભે પણ પણ ચર્ચા કરવામાં આવશે.

આજે ગાંધીનગરમાં સવારે 10 વાગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ મુદ્દે ચર્ચા થશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ કેન્ડલ માર્ચ યોજીને વિરોધ વ્યક્ત કર્યો હતો. આ કેન્ડલ માર્ચમાં આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ રણજીતસિંહ મોરી પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી આરોગ્ય વિભાગના ક્લાસ ત્રણના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. 17 માર્ચથી આરોગ્ય કર્મચારીઓ તેમની કેટલીક માંગણીઓને લઈને ચોક્કસ મુદતની હડતાળ પર છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટ બેઠકમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ સિવાય ઉનાળામાં ખેડૂતોને સિંચાઈ માટેના પાણી આપવા અંગે પણ ચર્ચા થશે. તો વધતી ગરમીને ધ્યાનમાં રાખીને તકેદારી અને રાહતના પગલાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત તુવેર અને મગફળીની ટેકાના ભાવે થયેલી ખરીદીમાં લાગેલા આરોપ અંગે પણ ચર્ચા થઈ શકે છે. વિધાનસભાના સત્રના છેલ્લા 2 દિવસમાં ગૃહમાં રજૂ થનારા વિધેયક અંગે પણ ચર્ચા થશે. વિધાનસભાના સત્રમાં ગુજરાત જમીન મહેસુલ સુધારા વિધેયક ગૃહમાં રજૂ થવાનું છે. કેબિનેટ બેઠકમાં ગ્રામ પંચાયતોની અટકેલી ચૂંટણી સંદર્ભે પણ ચર્ચા થઈ શકે છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button