જાણવા જેવું
યોગી આદિત્યનાથ ; ઉતરપ્રદેશ કે ભારતમાં મુસ્લિમો ખતરામાં નથી પરંતુ ઔવેસી સહિતના મુસ્લિમોની રાજનીતિ ખતરામાં છે કારણ કે તેમને વોટબેંકના આધારે પોતાની રાજનીતિ કરી છે.
મોહરમના સમયે જે ઝુલુસ નીકળે છે તેના ઝંડાની છાયા હિન્દુ મંદિરો અને હિન્દુ ઘરો પર પડે છે પરંતુ અમે કદી કહેતા નથી અમે અપવિત્ર થઇ જાય છે

ઉતરપ્રદેશમાં મુસ્લિમો પર એઆઇએમઆઇએમના વડા અને સાંસદ અસદુદ્દીન ઔવેસીની ટીપ્પણી પર આકરો પ્રહાર કરતા કહ્યું કે, ઉતરપ્રદેશ કે ભારતમાં મુસ્લિમો ખતરામાં નથી પરંતુ ઔવેસી સહિતના મુસ્લિમોની રાજનીતિ ખતરામાં છે કારણ કે તેમને વોટબેંકના આધારે પોતાની રાજનીતિ કરી છે.
જે દિવસે ભારતીય મુસ્લિમો તેમના પૂર્વજોની સમજ લેશે તો આ તમામને બિસ્તર બોરીયા બાંધીને ભાગી જવું પડશે. યોગીએ કહ્યું કે, ધુળેટીમાં રંગની ચિંતા થાય છે. તમે રંગ રમી રહ્યા હો તો સ્વાભાવિક છે કે કોઇ ઉપર તે પડી શકે પણ તેનાથી કોઇની ધાર્મિક ઓળખાણ ખતરામાં આવતી નથી.
મોહરમના સમયે જે ઝુલુસ નીકળે છે તેના ઝંડાની છાયા હિન્દુ મંદિરો અને હિન્દુ ઘરો પર પડે છે પરંતુ અમે કદી કહેતા નથી અમે અપવિત્ર થઇ જાય છે. જો તેઓ રંગીન કપડા નથી પહેરતા પણ તેમને રંગથી શું વાંધો છે તેના બદલે ધુળેટીથી રમવાથી વાંધો છે તે નિશ્ચિત થાય છે.
Poll not found