કેન્દ્રની મોદી સરકારે કોરોના કાળ પછી અર્થતંત્રને વેગ આપવા માટે જારી કરેલા સોવેર્જીયન બોન્ડની રૂા. 29.7 ટ્રીલીયન ડોલરની રકમ આગામી પાંચ વર્ષમાં ચૂકવવી પડશે ,
લાંબાગાળાના સોવેર્જીયન બોન્ડ આગામી પાંચ વર્ષમાં પાકશે : હાઉસ હોલ્ડ રોકાણમાં નંબર-1 ગણાતા વિમા ક્ષેત્રને નવા બોન્ડ ઇશ્યુ કરી શકાશે

કેન્દ્રની મોદી સરકારે કોરોના કાળ પછી અર્થતંત્રને વેગ આપવા માટે જારી કરેલા સોવેર્જીયન બોન્ડની રૂા. 29.7 ટ્રીલીયન ડોલરની રકમ આગામી પાંચ વર્ષમાં ચૂકવવી પડશે અને તેના માટે મોદી સરકાર હવે ભારતના 140 કરોડ લોકોની હાઉસ હોલ્ડ બચત પર નજર રાખી રહી છે.
કોરોના સમયે જે રીતે જીડીપીમાં કડાકો થયો હતો અને અર્થતંત્ર ધીમુ પડી ગયું હતું અને સરકારે તે સમયે ખર્ચ કરવા માટે સોવેર્જીયન બોન્ડ મારફત અંદાજે 29.7 લાખ કરોડની રકમ મેળવી હતી અને હવે રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તેમજ ભારત સરકાર આ બોન્ડના મેચ્યુરીટી સમયે તેના પેમેન્ટ માટે નવા બોન્ડ બહાર પાડવાની તૈયારીમાં છે.
ખાસ કરીને સરકારી વિમા કંપનીઓ અને અન્ય સરકારી રોકાણ સંસ્થાઓમાં જે નાણા લોકોના રોકાઇ છે તેમાં આવતા ભંડોળ મારફત સરકાર આ બોન્ડને રીફાયનાન્સ કરશે તેવું માનવામાં આવે છે. ઘરેલુ બચતમાં આવતા નાણા સરકાર માટે તેથી મહત્વના બની ગયા છે.
સરકારે આગામી નાણાકીય વર્ષમાં દેવાનું નવા જુનુ કરવા 2.5 લાખ કરોડનો લક્ષ્યાંક રાખ્યો છે અને તે માટે ઇન્સ્યોરન્સ સેકટર પર સરકારની નજર છે. સરકારની આ ડેટ સ્વેપ સ્ટેટેજી ગયા વર્ષે સફળ રહી હતી. સપ્ટેમ્બર કવાર્ટરમાં ઇન્સ્યોરન્સ ક્ષેત્રમાં 20.5 વર્ષની મેચ્યુરીટીના બોન્ડનું સ્વેપ થયું હતું.
વીમા કંપનીઓ અને ખાસ કરીને ભારતીય જીવન વીમા કંપની લાંબાગાળામાં વધુ વિશ્વાસ ધરાવે છે સરકાર માટે તે સરળ બની ગયું છે. સરકારે કોરોના કાળ સમયે જે અનેક યોજનાઓ જાહેર કરી હતી તેમાં લઘુઉદ્યોગોને પણ મોટી રાહત આપવામાં આવી હતી.
કોર્પોરેટ ટેકસ પણ ઘટાડયો હતો અને તેથી હવે સરકાર તે સમયના ઉભા કરાયેલા નાણાને રીપેમેન્ટના સમયે વીમા સહિતના ક્ષેત્રોમાં રોકાતા નાણા ઉપર નજર કરીને હાલ આગામી સમયમાં આગળ વધશે તેવું માનવામાં આવે છે.