દિલ્હી હાઇકોર્ટના ન્યાયમૂર્તિ યશવંત વર્માના નિવાસે મળેલી રોકડ મુદ્દે સુપ્રિમ કોર્ટમાં થયેલી રીટમાં સર્વોચ્ચ અદાલતે તાત્કાલીક સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે
સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટીસે કહ્યું કે, ક્રમ મુજબ અરજી પર વિચારણા કરવામાં આવશે

દિલ્હી હાઇકોર્ટના ન્યાયમૂર્તિ યશવંત વર્માના નિવાસે મળેલી રોકડ મુદ્દે સુપ્રિમ કોર્ટમાં થયેલી રીટમાં સર્વોચ્ચ અદાલતે તાત્કાલીક સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે.
હાલ સર્વોચ્ચ અદાલત નિયુકત સબ કમીટી આ અંગે તપાસ કરી રહી છે અને તેથી વર્મા સામે આ રોકડ મુદ્દે એફઆઇઆર દાખલ કરીને તપાસની માંગ કરતી અરજી એક સીનીયર ધારાશાસ્ત્રી દ્વારા કરાયેલી અરજી પર તાત્કાલીક સુનાવણીની માંગ કરવામાં આવી હતી.
પરંતુ મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ તેને તાત્કાલીક સૂચી બધ્ધ કરવા પર મનાઇ ફરમાવી હતી અને કહ્યું કે, આ અરજી પર તેના ક્રમ અનુસાર સુનાવણી થશે. અરજદારના ધારાશાસ્ત્રીએ સ્વીકાર્યુ કે, સુપ્રીમ કોર્ટે જે આ પ્રકરણમાં કામગીરી કરી છે તે પ્રશંસનીય છે પરંતુ એફઆઇઆર દાખલ કરવી જોઇએ.
જોકે તેમણે એ દલીલ કરી હતી કે જો કોઇ સામાન્ય નાગરિક પર આ પ્રકારે કેસ કાંડ સર્જાયુ હોત તો અનેક એજન્સીઓ તેની પાછળ લાગી ગઇ હોત, ઇડી અને સીબીઆઇ એ ભુતકાળમાં આ પ્રકારે કાર્યવાહી કરી છે.
જોકે મુખ્ય ન્યાયમૂર્તિએ તેમને આ પ્રકારના વિધાનો જાહેરમાં ન કરવા તાકીદ કરી હતી અને અરજી નિયમ મુજબ આગળ વધશે તેવું જણાવ્યું હતું.