જાણવા જેવું

‘બોટ્સ’ દ્વારા અપાયેલ તારીખો રદ કરાઈ : વિઝા ઈચ્છતા લોકોને 30થી35 હજાર રૂપિયાનો ચુનો લાગી ગયો

વિઝાધારકોએ સમયસર વિઝા મેળવવા માટે એજન્ટોને રૂા.30થી35 હજાર જેટલી રકમ ચુકવી હતી. તેઓને પણ હવે આ રકમ ગુમાવવી પડે તેવુ બન્યુ છે. ભારતમાં અમેરિકી દૂતાવાસે એક યાદીમાં જણાવ્યુ કે, દૂતાવાસની ટીમ દ્વારા બોટ્સ દ્વારા લગભગ 2 હજાર જેટલા વિઝા ઈન્ટરવ્યુની તારીખો આપી હતી તે એપોઈન્ટમેન્ટ રદ કરાઈ છે.

અમેરિકામાં ઈમીગ્રેશન અને વિઝા પોલીસી આકરી બનાવાયા બાદ હવે એક તરફ અમેરિકા જવા ઈચ્છતા લોકો માટે મુશ્કેલી વધી છે અને તે વચ્ચે અમેરિકાએ વિઝા ઈન્ટરવ્યુની તારીખો બ્લોક કરનારા ‘બોટ્સ’ પર આકરા પગલા લીધા છે અને તેના દ્વારા અપાયેલ 2000થી વધુ વિઝા ઈન્ટરવ્યુ એપોઈન્ટમેન્ટ રદ કરી છે.

અનેક વિઝાધારકોએ સમયસર વિઝા મેળવવા માટે એજન્ટોને રૂા.30થી35 હજાર જેટલી રકમ ચુકવી હતી. તેઓને પણ હવે આ રકમ ગુમાવવી પડે તેવુ બન્યુ છે. ભારતમાં અમેરિકી દૂતાવાસે એક યાદીમાં જણાવ્યુ કે, દૂતાવાસની ટીમ દ્વારા બોટ્સ દ્વારા લગભગ 2 હજાર જેટલા વિઝા ઈન્ટરવ્યુની તારીખો આપી હતી તે એપોઈન્ટમેન્ટ રદ કરાઈ છે.

એજન્ટો અને ફીકસરોને દુર રાખવા માટે આ પગલુ લેવામાં આવ્યુ છે. વિઝા ઈન્ટરવ્યુ માટે તે શેડયુલ નિયમો છે તેનું ઉલ્લંઘન આ રીતે કરવામાં આવ્યું હતું અને હવે કેન્સલ થયેલા વિઝા ઈન્ટરવ્યુધારકોએ નવેસરથી અરજી કરવાની રહેશે.

પોષ્ટમાં આગળ લખાયુ કે વિઝામાં જે છેતરપીંડી થાય છે તે રોકવા માટે આ પગલુ લેવાયુ છે. ટ્રાવેલ ઉદ્યોગમાં આ પ્રમાણે અનેક લોકો વિઝા ફિકસીંગ કરે છે તે સ્વીકાર્ય નથી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button