એમેઝોન ઈન્ડિયાએ વેચાણ કરતા લાખો નાના વ્યવસાયોને ટેકો આપવા માટે સેલર ફીમાં તેનો અત્યારસુધીનો સૌથી મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
સેલર્સ માટે એમેઝોને મોટી પહેલ આદરી, 1.2 કરોડથી વધુ પ્રોડક્ટ્સ પર ઝીરો રેફરલ ફી

એમેઝોન ઈન્ડિયાએ આજે સમગ્ર દેશમાં અળફુજ્ઞક્ષ.શક્ષ પર વેચાણ કરતા લાખો નાના વ્યવસાયોને ટેકો આપવા માટે સેલર ફીમાં તેનો અત્યારસુધીનો સૌથી મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
Amazon.in પર સેલર્સની વૃદ્ધિને વેગ આપવાના હેતુથી હાથ ધરાયેલી આ પહેલ સાથે કંપનીએ રૂ. 300થી ઓછી કિંમતની 1.2 કરોડથી વધુ પ્રોડક્ટ્સ પર ઝીરો રેફરલ ફી રજૂ કરી છે. દરેક વેચાતી પ્રોડક્ટ પર એમેઝોનને સેલર દ્વારા એક કમિશન ચૂકવવામાં આવે છે જે રેફરલ ફી તરીકે ઓળખાય છે. આ ઝીરો રેફરલ ફી 135થી વધુ પ્રોડક્ટ કેટેગરી પર લાગુ રહેશે.
એમેઝોને ઇઝી શિપ અને સેલર ફ્લેક્સ જેવી એક્સટર્નલ ફુલફિલમેન્ટ ચેનલ્સનો ઉપયોગ કરતા સેલર્સ માટે સરળ ફ્લેટ રેટ પણ રજૂ કર્યો છે અને નેશનલ શિપિંગ રેટ્સ રૂ.77થી ઘટાડીને હવે રૂ.65થી શરૂ થાય છે.
ઇઝી શિપ એ ફુલફિલમેન્ટ ચેનલ છે જ્યાં એમેઝોન સેલર્સના લોકેશનથી પેકેજીસ એકત્રિત કરીને ગ્રાહકો સુધી પહોંચાડે છે જ્યારે સેલર ફ્લેક્સમાં એમેઝોન સેલર્સના વેરહાઉસનો કેટલોક ભાગ એમેઝોન ફુલફિલમેન્ટ સેન્ટર તરીકે મેનેજ કરે છે.
આ ઉપરાંત કંપનીએ 1 કિલોગ્રામથી ઓછી હળવા વજનની વસ્તુઓ માટે વેઇટ હેન્ડલિંગ ફ્રીમાં રૂ.17 સુધીનો ઘટાડો કર્યો છે જેના પગલે સેલર્સે હવે એમેઝોનને ઓછી ફી ચૂકવવાની થશે.
એક સમયે એકથી વધુ પ્રોડક્ટ યુનિટ શિપિંગ કરતા સેલર્સને બીજા યુનિટ પર સેલિંગ ફીમાં 90 ટકાથી વધુની બચત થઈ શકશે. આ ફેરફારોથી સેલર્સને વધુ પસંદગીઓ, સ્પર્ધાત્મક ઓફર્સ અને તેમનો બિઝનેસ વધારવાની તકો મળશે. આ સુધારેલી ફી 7 એપ્રિલ, 2025થી લાગુ થશે.