જાણવા જેવું

4 એપ્રિલની આસપાસ ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખની જાહેરાત થઈ શકે છે , ભાજપના નવા પ્રમુખના નામમાં ભુપેન્દ્ર યાદવનું નામ સૌથી આગળ છે.

વધુ એક નાયબ નાણામંત્રી નિર્મલા સીતારામન પણ છે તેઓ મહિલા અને દક્ષિણના છે અને તે રીતે ડીએમકે સામેનો મોરચો તેઓને ભાજપે સોંપ્યો છે તે પછી તેઓ સાઉથમાં ભાજપની ‘તક’ આપવામાં આવે તો આશ્ર્ચર્ય થશે નહી.

કેન્દ્રના શાસક ભાજપ માટે કદાચ 2023થી શરૂ થયેલા સંગઠન નવરચનામાં બે બે વર્ષ સુધી રાષ્ટ્રીય પ્રમુખને એકસટેન્શન મળ્યુ હોય તેવી પ્રથમ ઘટના છે અને હાલમાં જ રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘની બેંગલુરુ ખાતેની પ્રતિનિધિ સભાની બેઠક પુરી થયા બાદ હવે તા.30ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમની નાગપુર મુલાકાત દરમ્યાન આરએસએસના વડામથકે જશે.

તે સમયે સંઘ વડા સાથે વન-ટુ-વન બેઠકમાં કોઈ નામ પર સંમતી સર્જાય તેવી ધારણા નકારાતી નથી અને તા.4 એપ્રિલની આસપાસ ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખની જાહેરાત થઈ શકે છે. તા.18થી20 એપ્રિલમાં બેંગલુરુમાં ભાજપની નેશનલ એકઝીકયુટીવ કાઉન્સીલની બેઠક છે.

નવા પ્રમુખને તે પુર્વે તેમના ચાર્જ અંગે પુરતો સમય મળી રહે તેવી ધારણા છે. જો કે ભાજપના નવા પ્રમુખના નામમાં ભુપેન્દ્ર યાદવનું નામ સૌથી આગળ છે. તેઓ સંગઠનના ખૂબજ અનુભવી છે અને તેથી તેવાને પક્ષનું સુકાન સોંપીને ભાજપ મોવડીમંડળ ચિંતામુક્ત થઈ શકે છે. ઉપરાંત તેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમીત શાહના ખાસ વિશ્વાસુ છે અને આરએસએસ

સાથે પણ તેમનું કુટુંબ લાંબા સમયથી સંકળાયેલ છે. જો કે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથનું નામ પણ ચર્ચામાં છે. ભાજપના એક સુત્રના જણાવ્યા મુજબ જે રીતે યુપીમાં 2017માં ધારાસભા ચૂંટણી આવી રહી છે તેથી યોગીને કેટલા ડિસ્ટર્બ કરવા તે પ્રશ્ન છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button