આણંદ દુષ્કર્મ કેસમાં પેટલાદ કોર્ટનો ચુકાદો સામે આવ્યો છે. આરોપી જીજ્ઞેશ પરમાર અને વિપુલ રાઠોડને સજાનું કોર્ટે એલાન કર્યું ,
આરોપીઓએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. સગીરા ગર્ભવતી બનતા સમગ્ર ઘટના સામે આવી હતી.

આણંદ દુષ્કર્મ કેસમાં પેટલાદ કોર્ટનો ચુકાદો સામે આવ્યો છે. આરોપી જીજ્ઞેશ પરમાર અને વિપુલ રાઠોડને સજાનું કોર્ટે એલાન કર્યું. આ કેસમાં બન્ને આરોપીઓેને 20-20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આરોપીઓએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. સગીરા ગર્ભવતી બનતા સમગ્ર ઘટના સામે આવી હતી.
આ કેસમાં જીજ્ઞેશ પરમાર નામના આરોપીની સગીરા સાથે સગાઇ થઇ હતી. સગાઇ બાદ તેણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ કેસમાં દોષીત ઠરેલા અન્ય આરોપી વિપુલ રાઠોડે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી.. ત્યારબાદ વિપુલ રાઠોડ સગીરાને ભગાડીને પોતાના સંબંધીને ત્યાં લઇ ગયો હતો, જ્યાં તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું.
કિશોરી ગર્ભવતી બની હતી અને તેણે બાળકને જન્મ આપ્યો હતો જે બાદ તેના પરિવારજનોએ જીજ્ઞેશ પરમાર અને વિપુલ રાઠોડ સામે ફરીયાદ નોંધાવી હતી.. અને પેટલાદ ગ્રામ્ય પોલીસે બન્ને સામે ગુનો દાખલ કર્યો હતો.. સરકારી વકીલે આ કેસમાં 36 દસ્તાવેજી અને 12 મૌખિક પુરાવાઓ રજુ કર્યા હતા. જેના આધારે કોર્ટે બન્ને આરોપીઓને દોષિત ઠેરવી 20-20 વર્ષની સજા ફટકારી છે.