ગુજરાત

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઇને આગાહી કરતા કહ્યું કે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંતિમ દિવસોથી લઇ એપ્રિલની શરૂઆત સુધીમાં પલટો આવશે ,

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી જોઈએ તો તેમાં તેમણે પણ માવઠાની આગાહી આપી છે. તેમણે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, માર્ચના અંતિમ દિવસોમાં પવનની થોડી સ્પીડ જોવા મળશે. આ બહુ મોટો ફેરફાર નહીં હોય. કેટલાક વિસ્તારોમાં ઝટકાંના પવનો હશે તે વધુ હશે.

માર્ચ મહિનાની ગરમી મે મહિના જેવો અનુભવ કરાવી રહી છે.. જો કે આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગરમીથી રાહત મળવાની સંભાવના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઇને આગાહી કરતા કહ્યું છે કે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંતિમ દિવસોથી લઇ એપ્રિલની શરૂઆત સુધીમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટા પડવાની શક્યતાઓ રહેશે.

તેમણે જણાવ્યું કે, કચ્છ, ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેશે. માર્ચ મહિનાના અંતથી આંધી વંટોળનું પ્રમાણ વધશે અને દરિયા કિનારાના ભાગોમાં આંચકાનો પવન ફૂંકાશે. તેજ પવનની ગતિના કારણે ઉભા કૃષિ પાકો, બાગાયતી પાકોને નુકસાન થવાની શક્યતાઓ રહેશે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી જોઈએ તો તેમાં તેમણે પણ માવઠાની આગાહી આપી છે. તેમણે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, માર્ચના અંતિમ દિવસોમાં પવનની થોડી સ્પીડ જોવા મળશે. આ બહુ મોટો ફેરફાર નહીં હોય. કેટલાક વિસ્તારોમાં ઝટકાંના પવનો હશે તે વધુ હશે.

પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે, 31મી માર્ચથી હવામાનમાં પલટો આવવાનું ચાલુ થઈ જશે. સૌપ્રથમ આ પલટો દક્ષિણ ગુજરાતમાં પલટો આવશે. પછી પહેલી એપ્રિલથી લઈને ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે. અનેક જગ્યાએ ઘાટા વાદળો છવાશે. છૂટી છવાઈ જગ્યાએ માવઠાના ઝાપટાં પણ પડી શકે છે. 31 માર્ચથી લઈને પાંચમી એપ્રિલ સુધી રાજ્યના હવામાનમાં પલટો આવશે અને છૂટાછવાયા માવઠાના ઝાપટાં પડી શકે છે તેવું તેમણે જણાવ્યું.

News Click 24

Poll not found

Related Articles

Back to top button