જાણવા જેવું

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પ્રતિષ્ઠિત ઓકસફર્ડ યુનિવર્સિટી પહોંચ્યા હતા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ હોબાળો કરી કોલકાતામાં આરજીકર મેડીકલ કોલેજમાં મહિલા ડોકટર સાથે દુષ્કર્મ અને હત્યાનો મુદ્દો ઉછળ્યો હતો.

મમતાએ જવાબ આપ્યો - આ મામલો અદાલતમાં, કેન્દ્ર સરકાર પાસે, આ રાજકારણનું પ્લેટફોર્મ નથી : દીદી રોયલ બંગાળની ટાઇગર જેમ ચાલે છે, પકડી શકો તો પકડી લો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પ્રતિષ્ઠિત ઓકસફર્ડ યુનિવર્સિટી પહોંચ્યા હતા. ગઇકાલે તેમણે કેલોગ કોલેજમાં છાત્રોને સંબોધિત કરતા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ હોબાળો કરી કોલકાતામાં આરજીકર મેડીકલ કોલેજમાં મહિલા ડોકટર સાથે દુષ્કર્મ અને હત્યાનો મુદ્દો ઉછળ્યો હતો.

ત્યારે મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, આ મામલો અદાલતમાં છે અને કેન્દ્ર સરકાર પાસે છે. સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા (એસએફઆઇ)ના છાત્રોએ આ તકે ‘ગો બેક’ના નારા લગાવ્યા હતા.

મમતા બેનર્જીને મહિલાઓ, બાળકો અને સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગના સામાજિક વિકાસ પર સંબોધન આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

સંબોધન દરમિયાન બંગાળની ‘સ્વાસ્થ્ય સાથી’ અને ‘કન્યાશ્રી’ યોજનાઓનો ઉલ્લેખ કર્યો. જ્યારે તેમણે બંગાળમાં રોકાણ પર બોલવાનું શરૂ કર્યું, ત્યારે કેટલાક લોકો હાથમાં પ્લેકાર્ડ લઈને ઉભા થઈ ગયા. પ્લે કાર્ડ્સ પર રાજ્યમાં ચૂંટણી દરમિયાન થયેલી હિંસા અને આરજી કર મેડિકલ કોલેજ રેપ કેસ વિશે લખ્યું હતું.

પ્રદર્શનકારીઓએ સુત્રોચ્ચાર પણ કર્યો હતો, ત્યારે મમતા બેનર્જીએ જવાબ આપીને પ્રદર્શનકારીઓને શાંત કરવાનો પ્રયાસ કર્યો.  આરજી કર મેડીકલ હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા મામલે પ્રદર્શનકારીઓને જવાબ આપતા મમતા બેનર્જીએ કહ્યું, ‘શું તમને ખબર છે કે આ મામલો પેન્ડિંગ છે? આ મામલાની તપાસની જવાબદારી હવે કેન્દ્ર સરકારના હાથમાં છે, આ મામલો હવે અમારા હાથમાં નથી.’

મમતા બેનર્જીએ કહ્યું, ‘અહીં રાજકારણ ન કરો, આ રાજકારણનું પ્લેટફોર્મ નથી. મારા રાજ્યમાં આવો અને મારી સાથે રાજકારણ કરો.’ જ્યારે પ્રદર્શનકારીઓ બુમો પાડવા લાગ્યા ત્યારે મમતા બેનર્જીએ જવાબ આપ્યો, ‘મારું અપમાન કરીને તમારી સંસ્થાનું અપમાન ન કરો. હું દેશના પ્રતિનિધિ તરીકે આવી છું. તમારા દેશનું અપમાન ન કરો.’ જોકે, બાદમાં કાર્યક્રમના આયોજકો અને ત્યાં હાજર લોકોએ પ્રદર્શનકારીઓને ત્યાંથી જવાની ફરજ પાડી હતી.

બધું શાંત થયા બાદ મમતા બેનર્જીએ શાંતિથી કહ્યું, ‘તમે મને વારંવાર અહીં આવવા માટે પ્રોત્સાહિત કરી છે. યાદ રાખો, દીદીને કોઈનો ડર નથી. દીદી રોયલ બંગાળ ટાઇગરની જેમ ચાલે છે. જો તમે મને પકડી શકો તો પકડી લો!

News Click 24

Poll not found

Related Articles

Back to top button