જાણવા જેવું

રાજકોટથી રોજની 12 ફલાઈટ ; ડેઈલી મુંબઈની પાંચ, દિલ્હીની બે ફલાઈટ: પુના-ગોવા સપ્તાહમાં ચાર દિવસ: સવારે દિલ્હી જવા એક પણ ફલાઈટ નહીં

વિન્ટર શિડયુલની માફક સ્ટાર એર કંપનીએ આંતર જીલ્લાની સેવા માટે અમદાવાદ - વડોદરાનો સ્લોટ લીધો : સુરત જવા ડેઈલી બપોરે નાનુ વિમાન ઉડાન ભરશે

હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉનાળુ સમય પત્રક જાહેર કરવામાં આવ્યું છે. જે તા.30/3/25થી તા.25/10/25 સુધી અમલી રહેશે. આ સમર શિડયુલમાં એરપોર્ટની હવાઈ સેવામાં ખાસ કોઈ વધારો થયો નથી. ઈન્ટરનેશનલ હવાઈ સેવા માટે એર લાઈન્સ કંપનીઓએ સર્વે હાથ ધર્યા બાદ હજુ સુધી રાજકોટથી સેવા પુરી પાડવા આગળ નહી આવતા રાજકોટનું ઈન્ટરનેશનલ એરપોર્ટ માત્ર નામ પુરતુ જ ઈન્ટરનેશનલ બની ગયું છે.

એરપોર્ટના સમર શિડયુલ મુજબ મુંબઈની ડેઈલી પાંચ, દિલ્હીની ડેઈલી બે ફલાઈટ ઉપરાંત, હૈદરાબાદ, બેંગ્લોર જવા માટે એક-એક ફલાઈટ અને પુના-ગોવા માટે સપ્તાહમાં ચાર દિવસ ફલાઈટ ઉડશે ડેઈલી 12 ફલાઈટનું ઉડ્ડયન રહેશે.

ઉપરાંત આંતર જિલ્લાની હવાઈ સેવામાં દરરોજ બપોરે રાજકોટ-સુરત 9 સીટરનું નાનુ વિમાન ઉડશે. ઈન્ડિગો એર લાઈન્સ કંપનીએ એક વધારાની ફલાઈટ દિલ્હી-રાજકોટ- પુના મુકી છે જે ડેઈલી બપોરે 13-25 કલાકે લેન્ડ થઈ 14-00 કલાકે પુના જવા ટેક ઓફ થશે.

સાપ્તાહિક સેવામાં પુના-રાજકોટ- પુના સપ્તાહમાં દર મંગળ, બુધ, ગુરૂ, રવિવારે અને ગોવા-રાજકોટ- ગોવા સપ્તાહમાં દર સોમ, મંગળ, ગુરૂ, શનિવારે ઉડ્ડયન શરૂ રહેશે.

શિયાળુ ઋતુના સમય પત્રકમાં સ્ટાર એર કંપનીએ રાજકોટ અમદાવાદ- વડોદરાનો સ્લોટ લીધો પણ ફલાઈટની સેવા શરૂ કરી નથી. ફરી સમર શિડયુલમાં પણ ડેઈલી અમદાવાદ- રાજકોટ- વડોદરા સવારે 8-05 કલાકે લેન્ડીંગ 8-30 કલાકે ટેક ઓફ થશે.

યારે વડોદરા-રાજકોટ- અમદાવાદ ડેઈલી 12-20 કલાકે આગમન અને 12-45 કલાકે ટેકઓફ ફલાઈટ સમય પત્રકમાં જાહેર થઈ છે. સ્ટાર એર લાઈન્સ આ સેવા સમર શિડયુલમાં અમલી બનાવે તો આંતર જિલ્લાની હવાઈ સેવામાં રાજકોટ એરપોર્ટ અમદાવાદ-વડોદરા સાથે હવાઈ માર્ગે જોડાશે.

ઉનાળુ સમય પત્રક પૂર્વે ઈન્ટરનેશનલ હવાઈ સેવા માટે ઈન્ડિગો અને એર ઈન્ડિયા એકસપ્રેસ એર લાઈન્સ કંપનીએ દુબઈ, બેંગકોક સહિતની વિદેશની ફલાઈટ શરૂ કરવા સર્વે હાથ ધર્યો હતો પરંતુ હજુ સુધી એક પણ ફલાઈટ શરૂ કરવા કંપની આગળ આવી નથી. પરીણામે રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઈન્ટરનેશનલ ફલાઈટ શરૂ થવાના હજુ કોઈ એંધાણ કળાતા નથી.

રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટમાં નવું ટર્મિનલ કાર્યરત થતાની સાથે જ ઈમીગ્રેશન અને કસ્ટમના કાઉન્ટરો સાથે અધિકારીઓનું પોસ્ટીંગ પણ થયુ પરંતુ કમનસીબી એ છે કે હજુ એક પણ એર લાઈન્સ કંપની ઈન્ટરનેશનલ ફલાઈટની સેવા પુરી પાડવા આગળ આવી નથી.

ઈન્ટરનેશનલ હવાઈ સેવા માટે રાજકોટનું હિરાસર ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ સંપૂર્ણ સજજ હોવા છતાં ઈન્ટરનેશનલ ફલાઈટ શરૂ નહી થતા સૌરાષ્ટ્રની કમનસીબી ગણવી રહી.

સવારે દિલ્હી જવા માટે એક પણ ફલાઈટ નહીં હોવાથી હવાઈ માર્ગે દિલ્હી જવા ઈચ્છુક મુસાફરોને ના છુટકે અમદાવાદ એરપોર્ટ સુધી લાંબુ થવુ પડે છે. તે બાબત પણ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરીટી માટે શરમજનક બાબત છે. ઈન્ટરનેશનલ એરપોર્ટનું સમર શિડયુલ તા.30/3/25થી તા.25/10/25 સુધી અમલી રહેશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button