ટુરીસ્ટ સીટી બેંગકોકમાં તબાહીના દ્રશ્યો : ફકત 12 મિનિટના અંતરે બે ભૂકંપ : મ્યાનમારમાં ભૂમિબિન્દુથી છેક 900 કિ.મી. દુર થાઈલેન્ડમાં ભયાનક અસર
લોકોમાં નાસભાગ: મ્યાનમારનો વિખ્યાત ઈરાવતી નદીનો પુલ તૂટી પડયો: ગ્રામીણ ક્ષેત્રમાં વ્યાપક નુકશાન

ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં આજે બપોરે સ્થાનિક સમય મુજબ 12.02 કલાકે બે ઉપરાછાપરી આવેલા 7.2 અને 7.7ની તિવ્રતાના ભૂકંપના બે આંચકાએ સર્વત્ર વ્યાપક ખાનાખરાબી સર્જી છે અને આ ભૂકંપની અત્યંત ગંભીર અસર છેક 900 કી.મી. દુર થાઈલેન્ડ સુધી થઈ હતી.
બેંગકોકમાં તો 9/11ના દ્રશ્યોની જેમ અનેક બહુમાળી ઈમારતો મિનિટોમાંજ તૂટી પડી હતી અને ચારે તરફ ધૂળની ડમરીઓ, વાદળો વચ્ચે તે કાટમાળમાં ફેરવાઈ ગઈ છે તથા મોટી જાનહાનીનો પણ ભય છે.
આ ભૂકંપની અસર ભારતના પણ અનેક પુર્વોતર રાજયો ઉપરાંત છેક દિલ્હી સુધી નોંધાઈ અને સંસદભવનમાં પણ આ ભૂકંપની ધ્રુજારી સાંસદોએ અનુભવી હતી.તો બીજા છેડે ચીનના કેટલાક ભાગોમાં પણ આ ભૂકંપના આંચકા નોંધાયા હતા.
મ્યાનમારમાં ભૂકંપનો પ્રથમ આંચકો સવારે 11.52 કલાકે અને બીજો 12.92 કલાકે નોંધાયો. આ આંચકાનુ ભૂમિબિન્દુ જર્મન રીસર્ચ સેન્ટર ફોર જીયો સાયન્સના જણાવ્યા મુજબ મ્યાનમારમાં જમીનથી 10 કી.મી. અંદર હતું અને બેંગકોક જે 1.07 કરોડ લોકો મોટાભાગે બહુમાળી ઈમારતોમાં રહે છે ત્યાં આ અધિકારીઓની ભારે ગભરાટ ફેલાયો હતો.
મ્યાનમાર અને થાઈલેન્ડની સરકારોએ હજું જાનહાનીના કોઈ અહેવાલ આપ્યા નથી પણ સેંકડો લોકો લાપતા હોવાનું જાહેર થયું છે. બેંગકોક જતી તમામ વિમાની સેવાઓ રદ કરવામાં આવી છે.
થાઈલેન્ડ સરકારે સૈન્યને ભૂકંપગ્રસ્ત ક્ષેત્રમાં ઉતારીને રાહત બચાવ કામગીરી શરૂ કરી છે અને મૃત્યુઆંક અત્યંત ઉંચો હોવાનો ભય સેવાઈ રહ્યો છે. બહુમાળી ઈમારતો માટે જાણીતા બેગકોકમાં આ ભૂકંપથી વિશાળ સ્વીમીંગ પુલો જે ઉંચી ઈમારતોમાં આવેલા છે તે પણ તૂટી પડતા ખાના ખરાબીના દ્રશ્યો વધુ ભયાનક બન્યા છે. મ્યાનમારના આંતરિક ભાગોમાં પણ મોટી નુકશાનીના અહેવાલ છે.
આજે મ્યાંનમાર તથા થાઈલેન્ડમાં આવેલા ભૂકંપમાં હજુ જાનહાની અંગે કોઈ સતાવાર જાહેરાત થઈ નથી પણ મૃત્યુઆંક ઉંચો હોય તેવા સંકેત છે. જે રીતે થાઈલેન્ડના પાટનગર બેંગકોકમાં અનેક બહુમાળી ઈમારતો સેકન્ડોમાં ધૂળમાં મળી તેમાં રહેલા લોકોને બચાવની ભાગ્યે જ કોઈ તક મળી હશે તથા કાટમાળ હેઠળ લોકો દબાયા હોઈ શકે છે. મહાનગર જે આંતર વિગ્રહમાં ઘેરાયેલું છે ત્યાં પણ દુરના ગ્રામીણ ક્ષેત્રમાં જાનહાનીનો ભય સેવાય છે.
આજે મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલા ભયાનક ભૂકંપમાં બન્ને દેશોની મદદે જવા ભારતે તૈયારી કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ ભૂકંપ પર આઘાત વ્યક્ત કરીને જણાવ્યું કે ભારત બન્ને દેશોની મદદે જવા તૈયારી કરી છે. વિદેશ મંત્રાલય મારફત સંપર્ક કરીને આવશ્યક તમામ મદદની ખાતરી વડાપ્રધાને આપી હતી તો મ્યાનમાર સાથેની સરહદો સીલ કરવા પણ આદેશ અપાયા છે.
આજે મ્યાનમાર-થાઈલેન્ડમાં આવેલા ભૂકંપની અસર એક તરફ ભારતના પુર્વોતર રાજયો અને કોલકતા સહિત પશ્ચિમ બંગાળમાં નોંધાઈ છે તો ચીનમાં પણ આ ભૂકંપના આંચકા નોંધાયા છે અને બાંગ્લાદેશમાં પણ કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપની તીવ્રતા નોંધાઈ છે. બાંગ્લાદેશમાં 7.3ની તિવ્રતા નોંધાઈ છે અને ઢાંકા-ચટગાવ સહિતના શહેરો પણ હચમચી ગયા હતા. અહી કોઈ જાનહાનીના અહેવાલ હજું બહાર આવ્યા નથી.
આ ભૂકંપનું ભૂમિબિન્દુ 597 કી.મી. દુર છેક બાંગ્લાદેશ દ્વારા અસર કરી ગઈ તે પણ મોટી ચિંતા છે. ભારતમાં દિલ્હી ઉપરાંત નેશનલ કેપીટલ રીજયોન (એનસીઆર)માં ભૂકંપના આ આંચકાની અસર છે અને આજે સંસદભવનની નવી ઈમારતમાં પણ ધ્રુજારી અનુભવાઈ છે.
નોઈડા-ગાઝીયાબાદમાં લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. પુર્વોતરમાં એક તરફ કોલકતા સહિત પ.બંગાળના અનેક ભાગો, અરુણાચલ, નાગાલેન્ડ, મિઝોરામ અને મણીપુરમાં પણ ભૂકંપના આંચકાની અસર નોંધાઈ છે. બીજી તરફ વિયેતનામમાં હોનાઈ અને હો-સી-મિન્હ શહેરમાં ભૂકંપની અસર જોવા મળી છે.