ગોંડલના યુવક રાજકુમાર જાટના મોતના કેસમાં ફરીએકવાર પોલીસની કામગીરી પર સવાલ ; પંચનામામાં, પોસ્ટમોર્ટમમાં અને ફોરેન્સિક રિપોર્ટમાં અલગ-અલગ આવતા અનેક સવાલો ઉભા થયા છે.
રાજકુમાર જાટનો પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો હતો તેમાં તેને 17 જેટલી ઇજાના નિશાન રિપોર્ટમાં સામે આવ્યા હતા.. અને ફોરેન્સિક સાયસન્સનો રિપોર્ટ આવ્યો ત્યારે તેમાં 41 જેટલા ઇજાના નિશાન સામે આવ્યા હતા.. 17 અને 41 બન્ને વચ્ચે મોટો તફાવત હોઇ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર સવાલ ઉઠ્યા હતા

ગોંડલના યુવક રાજકુમાર જાટના મોતના કેસમાં ફરીએકવાર પોલીસની કામગીરી પર સવાલ ઉઠયા છે. જો કે આ પહેલા અમે તમને જણાવી દઇએ કે આ કેસમાં જ્યારે મૃતક રાજકુમાર જાટનો પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો હતો તેમાં તેને 17 જેટલી ઇજાના નિશાન રિપોર્ટમાં સામે આવ્યા હતા.. અને ફોરેન્સિક સાયસન્સનો રિપોર્ટ આવ્યો ત્યારે તેમાં 41 જેટલા ઇજાના નિશાન સામે આવ્યા હતા.. 17 અને 41 બન્ને વચ્ચે મોટો તફાવત હોઇ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર સવાલ ઉઠ્યા હતા. હવે એ વાત સામે આવી છે કે પોલીસના પંચનામામાં મૃતકના શરીર પર માત્ર 11 ઇજાઓનો ઉલ્લેખ છે.. ત્રણેય રિપોર્ટમાં ઇજાઓની સંખ્યામાં આટલો મોટો ફેરફાર દાળમાં કંઇક કાળુ હોવાની આંગળી ચિંધે છે તેવું લોકોનું કહેવું છે.
DCP ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે આ મામલે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં આ ઘટનાને લઇને મોટા ખુલાસા કર્યા હતા. જેમાં તેમણે રાજકુમાર જાટનું બસની અડફેટે આવી જતા મોત થયું હોવાનો ખુલાસો કર્યો હતો.
મૃતક રાજકુમાર જાટના પિતાનો આક્ષેપ છે કે તેમના પુત્રના મોત પાછળ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો હાથ છે. યુવકના ઇજાના નિશાનની સંખ્યા પંચનામામાં, પોસ્ટમોર્ટમમાં અને ફોરેન્સિક રિપોર્ટમાં અલગ-અલગ આવતા અનેક સવાલો ઉભા થયા છે.