અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અંતે ટેરીફ બોમ્બ ફાડી જ નાખ્યો છે અને હવે ટ્રમ્પ પાસે ભાગ્યે જ કોઈ હથિયાર છે જેના કારણે તે ભારતને હવે ઉભા પગે રાખી શકે ,
અમેરિકામાં નિકાસ વધારવા માટે વ્યુહરચના ગોઠવતી મોદી સરકાર એશિયન દેશો કરતા નીચા ટેરિફના લાભ ભારત મેળવી શકે ,

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અંતે ટેરીફ બોમ્બ ફાડી જ નાખ્યો છે અને હવે ટ્રમ્પ પાસે ભાગ્યે જ કોઈ હથિયાર છે જેના કારણે તે ભારતને હવે ઉભા પગે રાખી શકે પણ ટ્રમ્પે એશિયાના અનેક દેશોની સરખામણીમાં ભારતને માટે તક પણ સર્જી છે.
એશિયામાં ચીન પર સૌથી વધુ ટેરીફ છે પણ તેની લાભ વિયેતનામ પર 46% તાઈવાન પર 23% થાઈલેન્ડ પર 36%, ઈન્ડોનેશિયા પર 32% બાંગ્લાદેશ પર 37% શ્રીલંકા પર 44% ટેરીફ લાદયો છે.
તો ભારતને અનેક ક્ષેત્રમાં અમેરિકામાં આ દેશો કરતા નીચા ટેરીફનો લાભ મળશે અને ભારત તેમાં નિકાસની વ્યુહરચના બનાવીને અમેરિકામાં વ્યાપક ધંધો મેળવી શકે છે.
ભારતને ટેક્ષટાઈલ નિકાસમાં મોટો ફાયદો થઈ શકે છે. વિયેતનામ અને બાંગ્લાદેશ એ મોટું અમેરિકી બજાર કબ્જે કર્યુ છે. ઉપરાંત ચીન પણ તેમાં ભાગ પડાવે છે. ભારત હવે કોટન આયાત પર ઝીરોડયુટી લાદીને આ દેશો કરતા સસ્તા એકસપોર્ટ અમેરિકામાં કરી શકે છે.
વિયેતનામની નિકાસ પર 46% બાંગ્લાદેશ પર 37% અને ચીન પર 54%નો ટેરીફ ટેક્ષટાઈલમાં લાદવાની ટ્રમ્પે જાહેરાત કરી છે. આ ત્રણ દેશો સાથે મળીને કુલ 107.72 બિલિયન ડોલરની ટેક્ષટાઈલ નિકાસ અમેરિકામાં કરે છે જે પણ ભારત પાછળ છે.
ભારતમાં કોટન પર આયાત ડયુટી 11% છે. જે ઝીરો ટકા કરવા ટેક્ષટાઈલ નિકાસ પ્રમોશન કાઉન્સીલે માંગ કરી છે તો નીચા ટેરીફનો લાભ લઈ ભારત આ તમામ દેશો કરતા સસ્તા ભાવે અમેરિકાને કપડાની નિકાસ કરી શકે છે.
ભારતની ટેક્ષટાઈલ નિકાસ તેના જીડીપીના ફકત 2% છે. ભારતમાં ટ્રીડન્ટ-વેલસ્પન, અરવિંદ, કેપીઆર બિલ, વર્ધમાન રેમન્ડ વિ. શ્રેણીને લાભ મળશે. આ ઉપરાંત રમકડા માર્કેટમાં ચીન અને થાઈલેન્ડ અગ્રણી છે તેને ભારત હંફાવી શકે છે.
ભારતમાં હવે એપલના ફોન અને અન્ય ડિવાઈઝનું ઉત્પાદન અને નિકાસ વધવા લાગી છે. ભારતમાં એસેમ્બલ સ્માર્ટફોનમાં તે ચીન અને વિયેતનામ કરતા નીચા વેરાથી નિકાસ કરી શકે છે.
ચીનની ફેકટરીઓ કરતા ભારતની ફેકટરીનો માલ સસ્તો પડશે. ઈવન ચાઈનીઝ કંપનીઓ જે ભારતમાં મોબાઈલનું ઉત્પાદન કરે છે તેને પણ ચીનના બદલે ભારતના પ્લાંટની અમેરિકામાં નિકાસ સસ્તી પડશે.
ભારત એક સેમીકન્ડકટર ક્ષેત્રે પણ ભવિષ્યમાં અત્યંત મહત્વનું યોગદાન આપી શકે છે. જો કે નેશનલ સિકયોરીટી જેવી સંબંધીત અનેક ઉત્પાદનો પર હવે ડયુટી ટ્રમ્પે વધારી હતી.
જો કે હજું કૃષી માટે અમેરિકા 5.3% ડયુટી લાગે છે. જયારે ભારત અમેરિકી કૃષી આયાત પર 37.4% ડયુટી લગાય છે. આમ જે 32.4%નું અંતર છે અને તેમાં હવે અમેરિકા 26% ડયુટી લગાવે તો ભારતના કૃષીક્ષેત્રને આંચકો લાગશે અથવા ભારત ડયુટી ઘટાડે તો અમેરિકી કૃષી ઉત્પાદનો ભારતમાં આવશે છતાં પણ એશિયન દેશો કરતા ભારત એડવેન્ટેજની સ્થિતિમાં છે.
હાલ મંત્રાલય વિવિધ વ્યાપાર – ઉદ્યોગ સંગઠનો પાસેથી તેના આયાત-નિકાસના ડેટા મેળવી રહી છે. જે બાદ આ ક્ષેત્રો સાથે ચર્ચા કરીને ભારત તેની વ્યુહરચના નકકી કરશે. ખાસ કરીને ભારતમાં સપ્લાય ચેઈન ખોરવાય નહી તે નિશ્ચિત કરાશે. ભારતના પ્રોસેસફુડ, ખાંડ, કોકા પ્રોડકટસ જે ટેરીફની અસર હેઠળ આવશે.