રાજકોટમાં આવતીકાલે એટલે કે, 8 એપ્રિના રોજ કેટલાક વિસ્તારોમાં પાણી કાપ મુકવામાં આવ્યો છે ,
ગુજરાતા આ શહેરમાં આવતીકાલે એટલે કે, 8 એપ્રિના રોજ પાંચ વોર્ડમાં એક સાથે પાણીનો કાંપ રહેશે, 1 લાખ કરતા વધુ લોકોને પીવાનું પાણી નહીં મળે

રાજ્યમાં ઉનાળો બરાબરનો જામ્યો છે અને ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ત્યારે રાજકોટમાં આવતીકાલે એટલે કે, 8 એપ્રિના રોજ કેટલાક વિસ્તારોમાં પાણી કાપ મુકવામાં આવ્યો છે. જે નિર્ણયને લઈ લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
રાજકોટમાં ભરઉનાળે પાણી કાપ મૂકવામાં આવશે. 8 એપ્રિલે પાંચ વોર્ડમાં એક સાથે પાણીનો કાંપ રહેશે. વોર્ડ નંબર 8,10,11,12અને 13ના અનેક વિસ્તારોમાં પ્રિ મોન્સુનની કામગીરી કરવાની હોવાથી પાણીનો કાંપ મુકવામાં આવશે. અત્રે જણાવીએ કે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ નિર્ણયના કારણે 1 લાખ કરતા વધુ લોકોને પીવાનું પાણી નહીં મળે.
ભર ઉનાળે મનપાના પ્રિ મોન્સુનની કામગીરી માટે પાણીનો કાપ મુકવાના નિર્ણયથી લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. લોક જણાવી રહ્યાં છે કે, કોર્પોરેશનની આવી જ કામગીરી રહે છે કે, જ્યારે મનફાવે ત્યારે તેમની અનુકુળ નિર્ણય લઈ લે છે અને જેના કારણે હાલાકીનો સામાનો સામાન્ય જનતાને કરવો પડતો હોય છે.