કાશ્મીર વિધાનસભામાં શાસક નેશનલ કોન્ફરન્સના સભ્યોએ ગૃહમાં વકફ નામંજુર – નામંજુરના નારા લગાવ્યા ,
ઈન્ડીયન યુનિયન મુસ્લીમ વીગ દ્વારા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની ખંડપીઠ સમક્ષ અરજી રજુ કરવામાં આવ્યો અને તેની હવે કયારે સુનાવણી કરવી તેના પર સર્વોચ્ચ અદાલત આજે જ નિર્ણય લેશે.
સંસદે ગત સપ્તાહે મંજુર કરેલા વકફ સુધારા ખરડાનો વિવાદ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા છે અને સુધારા ખરડા સામે એક બાદ એક 10 અરજીઓ સર્વોચ્ચ અદાલત સમક્ષ આવી છે તથા તમામ અરજદારોએ ઝડપથી સુનાવણીની માંગ કરી છે.
ઈન્ડીયન યુનિયન મુસ્લીમ વીગ દ્વારા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની ખંડપીઠ સમક્ષ અરજી રજુ કરવામાં આવ્યો અને તેની હવે કયારે સુનાવણી કરવી તેના પર સર્વોચ્ચ અદાલત આજે જ નિર્ણય લેશે.
સર્વોચ્ચ અદાલતમાં આ ઉપરાંત કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદ, એઆઈએમઆઈએમ વડા અસદુદીન ઔવેસી, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનુતુલ્લાહ ખાન સહિતના અનેક મુસ્લીમ સંગઠનો અને વ્યક્તિગત રીતે સુધારા ખરડાને ગેરબંધારણીય ગણાવવા માંગણી કરી છે.
બીજી તરફ આજે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં વકફ ખરડા મુદે જબરી ધમાલ થઈ હતી. સતાધારી નેશનલ કોન્ફરન્સના સભ્યોએ આ મુદે ચર્ચા માટે ગૃહ મોકુફીની દરખાસ્ત કરી હતી પણ અધ્યક્ષે તે સ્વીકારવા ઈન્કાર કરતા સતાધારી પક્ષના સભ્યોએ જ ગૃહની મધ્યમાં આવીને વકફ નામંજુર, વકફ નામંજુરના નારા લગાવ્યા હતા. ભાજપના સભ્યોએ અધ્યક્ષના નિર્ણયને આવકાર્યો હતો.