સોમવારે ભાડે કડાકા બાદ બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરવાળું સેન્સેક્સ માર્કેટ ખુલતાં જ 1200 અંક ઉછાળો થયો હતો
સોમવારે શેર બજારમાં પહેલાંથી જ તેજીના સંકેત મળવા લાગ્યા હતાં. જાપાન અને હોંગકોંગના શેર બજારોમાં તોફાની તેજી જોવા મળી હતી. વળી, Gift Nifty ની શરૂઆતી કારોબારમાં લગભગ 400 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ થતો જોવા મળ્યો હતો

સોમવારે શેર બજારમાં પહેલાંથી જ તેજીના સંકેત મળવા લાગ્યા હતાં. જાપાન અને હોંગકોંગના શેર બજારોમાં તોફાની તેજી જોવા મળી હતી. વળી, Gift Nifty ની શરૂઆતી કારોબારમાં લગભગ 400 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. જાપાનના નિક્કેઈમાં 7% નો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. Hongkong HangSang Index પણ લગભગ 3% ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.
ભારતીય શેર માર્કેટમાં ગઈકાલે (સોમવારે) જોરદાર કડાકો થયો હતો. માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી ધરાશાયી થઈ ગયા હતાં. BSE નો સેન્સેક્સ 71,449 પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ 75,364.69 થી નીચે ગયો અને ટૂંક સમયમાં 71,425 ના સ્તરે આવી ગયો. જોકે અંતમાં થોડી રિકવરી જોવા મળી, છતાં BSE સેન્સેક્સ 2226.79 પોઈન્ટ અથવા 2.95 ટકા ઘટીને 73,137.90 પર બંધ થયો હતો.
સેન્સેક્સની જેમ, નિફ્ટી પણ ટ્રેડિંગ દિવસે 21,758 પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ 22,904 થી નીચે હતો. દિવસ દરમિયાન તે લગભગ 1,000 પોઈન્ટ ઘટીને 21,743 પર પહોંચ્યો. અંતે, NSE નિફ્ટીએ પણ થોડો સુધારો દર્શાવ્યો અને 742.85 પોઈન્ટ અથવા 3.24 ટકાના ઘટાડા સાથે 22,161.60 ના સ્તરે બંધ થયો.