જાણવા જેવું

અમેરિકન કંપનીએ ભારતીય મૂળના 200 કર્મચારીઓની છટણી કરી

અમેરિકન કંપની ફેની મેએ મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરી છે. કંપનીએ 700 જેટલા કર્મચારીઓને પાણીચું પકડાવી દીધું છે. તેમાંથી કેટલાક કર્મચારીઓને નૈતિકતાના આધારે કાઢી મૂકવામાં આવ્યા છે.

અમેરિકન કંપની ફેની મેએ મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરી છે. કંપનીએ 700 જેટલા કર્મચારીઓને પાણીચું પકડાવી દીધું છે. તેમાંથી કેટલાક કર્મચારીઓને નૈતિકતાના આધારે કાઢી મૂકવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કંપની હાલમાં પોતાના ઓર્ગેનાઈઝેશનમાં રિસ્ટ્રક્ચરિંગ કરી રહી છે. તેથી કેટલાક કર્મચારીઓને હાંકી કાઢવામાં આવશે તે અપેક્ષિત હતું પરંતુ તેમાંથી 200 જેટલા કર્મચારીઓ એવા હતા જેમને નૈતિકતાના આધારે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.

તેમાં પણ રસપ્રદ વાત એ છે કે, નૈતિકતાના ધોરણે જે કર્મચારીઓને હાંકી કાઢવામાં આવ્યા છે તેમાંથી મોટા ભાગના તેલુગુ છે. ફેડરલ નેશનલ મોર્ગેજ એસોસિયેશનને સામાન્ય રીતે ફેની મે તરીકે પણ ઓળખવામાં આવે છે. કંપનીમાં કામ કરતાં લોકોનું કહેવું છે કે, બુધવાર અને ગુરૂવારે જે લોકોની છટણી કરવામાં આવી હતી તે નૈતિક ધોરણે કરવામાં આવી હતી.

આ કથિત ઉલ્લંઘન ’મેચિંગ ગ્રાન્ટ્સ પ્રોગ્રમ’માં થયેલા ગોટાળા અને દુરૂપયોગ સાથે સંબંધિત હોવાનું કહેવામાં આવે છે. કેટલાક કર્મચારીઓ પર એવો આરોપ છે કે તેમણે તેલુગુ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા (TANA) જેવી નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન્સ સાથે સાંઠગાંઠ કરી હતી અને કંપનીના ફંડનો દુરુપયોગ કર્યો હતો.

આકસ્મિક રીતે આ એ જ કૌભાંડ છે જેમાં એપલે આ વર્ષની શરૂઆતમાં કેટલાક ભારતીય મૂળના કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. ફેની મેમાં હાંકી કાઢવામાં આવેલા કર્મચારીઓમાંથી એક TANAમાં રિજનલ વાઈસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત હોવાનું કહેવાય છે.

સૂત્રોએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, આ કૌભાંડમાં TANA એકલું નથી, અને અન્ય સંસ્થાઓ પણ સંડોવાયેલી હોવાની શક્યતા છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button