ટેકનોલોજી

ભારત સરકારે ડેસ્કટોપ પર વોટસએપ વાપરતા લોકોને એક મોટા સુરક્ષા – જોખમ વિશે ચેતવણી આપી છે. ઈલેકટ્રોનિકસ અને ઈન્ફર્મેશન ટેકનોલોજી મિનીસ્ટ્રી હેઠળ આવતી ભારતીય કમ્પ્યુટર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ એ વોટસએપ યુઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે

સરકારે યુઝર્સને સલાહ આપી છે કે, તેઓ પોતાના વોટસએપને તાત્કાલિક અપડેટ કરે. નવા અપડેટમાં આ ખામીઓ દુર કરી દેવામાં આવી છે.

ભારત સરકારે ડેસ્કટોપ પર વોટસએપ વાપરતા લોકોને એક મોટા સુરક્ષા – જોખમ વિશે ચેતવણી આપી છે. ઈલેકટ્રોનિકસ અને ઈન્ફર્મેશન ટેકનોલોજી મિનીસ્ટ્રી હેઠળ આવતી ભારતીય કમ્પ્યુટર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ એ વોટસએપ યુઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે. જેમણે પોતાના પર્સનલ કમ્પ્યુટર પર ડેસ્કટોપ એપ ઈન્સ્ટોલ કરી છે.

સરકારને વોટસએપમાં કેટલીક સુરક્ષા-ખામીઓ મળી આવી છે જેનો ફાયદો ઉઠાવીને હેકર્સ વ્યક્તિનો અંગત ડેટા ચોરી શકે છે. આ ખામીઓને કારણે વ્યક્તિનું એકાઉન્ટ પણ હેક થઈ શકે છે.

સરકારે યુઝર્સને સલાહ આપી છે કે, તેઓ પોતાના વોટસએપને તાત્કાલિક અપડેટ કરે. નવા અપડેટમાં આ ખામીઓ દુર કરી દેવામાં આવી છે. આ સિવાય યુઝર્સને કોઈ પણ શંકાસ્પદ લિન્ક પર કિલક કરવાથી બચવાની સલાહ આપવામાં આવી છે.

જો કોઈ અજાણી વ્યક્તિ તમને મેસેજ મોકલે છે તો એને નજરઅંદાજ કરીને તાત્કાલિક બ્લોક કરી દો એવી સલાહ આપવામાં આવી છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button