રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવા 15 અને 16 એપ્રિલે અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધશે
નૂતન ગુજરાત, નૂતન કોંગ્રેસના નારા સાથે કોંગ્રેસ 2027ની ચૂંટણી જીતવાની તૈયારી શરૂ કરી છે

કોંગ્રેસ ફરી એકવાર એક્ટિવ મોડમાં આવી છે. ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશન યોજ્યા બાદ હવે ફરી એકવાર રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવાના ભાગ રૂપે અમદાવાદ અને ઉત્તર ગુજરાતના પ્રવાસે આવશે. રાહુલ ગાંધી 15 અને 16 એપ્રિલે અમદાવાદમાં આવશે અને ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધશે ,
નૂતન ગુજરાત, નૂતન કોંગ્રેસના નારા સાથે કોંગ્રેસ 2027ની ચૂંટણી જીતવાની તૈયારી શરૂ કરી છે. ત્યારે 15 એપ્રિલ અમદાવાદમાં અને 16 એપ્રિલે ઉત્તર ગુજરાતમાં રાહુલ ગાંધી પ્રવાસ કરશે. જિલ્લાઓમાં પ્રમુખો અને સંગઠનને મજબૂત કરવા માટે રાહુલ ગાંધી સંવાદ કરશે અને તમામ જિલ્લા પ્રમુખોને કોંગ્રેસના નેતાઓ તેમની કામગીરીને લઈને માર્ગદર્શન આપશે. કોંગ્રેસના નવા સંગઠનનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતી શરૂ થઈ રાજસ્થાન તરફ આગળ વધશે.
અત્રે જણાવીએ કે, રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ દરમિયાન સંગઠનમાં પણ મોટા બદલાવ થઈ શકે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશવમાં સંગઠનને લઈ કેટલીક ચર્ચાઓ થઈ હતી તેમજ જિલ્લા પ્રમુખોને મજબૂત બનાવવા અને ટિકિટ વહેચણીમાં તેમને સાથે રાખવાની વાત કરવામાં આવી હતી. ત્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં આવી રહ્યાં છે અને કોંગ્રેસને મજબૂત બનાવવા માટે કેટલાક મોટા ફેરફાર પણ થઈ શકે છે.