અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓનું એફ – વન – વિસા સ્ટેટસ હાલ રદ્ કરી શકાશે નહી : કોર્ટનો આદેશ
અમેરિકી લીબર્ટી યુનિયનને પ્રથમ સફળતા : યુનિ. પણ હવે ટ્રમ્પ તંત્રના ફતવા સામે કાનૂની લડતમાં જોડાશે

અમેરિકામાં એફ-વન વિસા પર અભ્યાસ કરતા ભારતીય સહિતના લાખો વિદેશી વિદ્યાર્થીઓની સોશ્યલ મીડીયા સહિતની કુંડળી તપાસીને હમાસ કે તે પ્રકારના કટ્ટરવાદી સંગઠનો સાથે લગાવ ઉપરાંત ટ્રાફિક નિયમ ભંગ સહિતના મામુલી કારણોની પણ તેમના વિસા રદ કરીને અભ્યાસ અને અમેરિકા છોડવા માટે ટ્રમ્પ શાસને ચાલું કરેલી ઝુંબેશને હાલ અમેરિકી કોર્ટે ‘સ્ટે’ આપી જેમના વિસા રીવોક કરાયા છે. તેમના પણ તે સ્ટેટસ પુન સ્થાપીત કરી અમેરિકામાં તેઓ રહી શકશે તે નિશ્ચિત કર્યુ છે.
ન્યુ હેમ્પશાયરની એક જીલ્લા અદાલતે એક તાકીદની સુનાવણીમાં એક વિદેશી વિદ્યાર્થી શિયોટીયાન બી ના રીસર્ચ કોમ્પ્યુટર સાયન્સ તરીકે મળેલા એફ-વન વિસા જાળવી રાખવા આદેશ આપ્યો હતો. હજારો ભારતીય સહિતની વિદ્યાર્થીઓને આ અંગે મળેલા ઈ-મેલમાં પણ હવે તેમાં આ રાહત મળશે.
જેઓનો કોઈ ક્રાઈમ રેકોર્ડ ના હોય તેવા વિદ્યાર્થીઓને પણ સાવ મામુલી કારણથી અમેરિકા છોડવા આદેશ અપાયા હતા. આ વિદ્યાર્થીઓએ કોઈ પ્રકારના દેખાવ કે તેવી પ્રવૃતિમાં ભાગ લીધો ન હતો.
હવે ડીસ્ટ્રીકટ કોર્ટનો આ આદેશ જે વચગાળાનો ‘સ્ટે’ છે તેમાં આગામી સપ્તાહમાં વધુ સુનાવણી થશે તેના કારણે અમેરિકી એજન્સીઓ તેમની આ કવીડ ડિપોર્ટની કાર્યવાહીને બ્રેક મારી શકે છે.
અમેરિકી સિવિલ લીબર્ટી યુનિયન પણ હવે આ પ્રકારના વિદ્યાર્થીઓની મદદે આવી ગયુ છે. તેઓજ આ વિદ્યાર્થી વતી ડિસ્ટ્રીકટ કોર્ટમાં અરજી કરીને તાત્કાલીક સ્ટે માંગ્યો હતો.
આ યુનિયને જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ અમેરિકી યુનિવર્સિટીઓના મહત્વના ભાગ છે અને કોઈપણ ક્ષેત્રે તમામ વિદ્યાર્થીઓને એક સરખી રીતે હાંકી શકે નહી અને તેમના પર ડિપોર્ટની તલવાર લટકાવી શકે નહી.
જો કે આ અંગે એટર્ની જનરલે એજન્સીના પગલાનો બચાવ કરતા જણાવ્યુ કે સરકાર જે માહિતી માંગે તે સ્ટુડન્ટે આપવી પડશે અને તેની સામેના એકશન માટે ખુલાસા કરવા પડશે નહીતર ડિપોર્ટેશન માટે કારણ બની શકે છે.