સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારે પવન ફૂંકાયો હતો. ગરમીમાં થોડા ઘટાડા વચ્ચે જૂનાગઢમાં જોરદાર પવન ફૂંકાતા સવારે રોપ-વે બંધ કરવાની ફરજ પડી હતી
આજથી રાજ્યના તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. બેથી ત્રણ દિવસ ગરમીમાં આંશિક રાહત બાદ ફરી તાપમાન ઊંચકાવાની આગાહી કરવામાં આવી છે

સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારે પવન ફૂંકાયો હતો. ગરમીમાં થોડા ઘટાડા વચ્ચે જૂનાગઢમાં જોરદાર પવન ફૂંકાતા સવારે રોપ-વે બંધ કરવાની ફરજ પડી હતી.
હવામાન વિભાગે ગઇકાલે પાંચ જિલ્લામાં હીટવેવની આગાહી આપી હતી. રાજ્યમાં ગઇકાલે 43.3 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ રહ્યું હતું. 11 શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો.
આજથી રાજ્યના તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. બેથી ત્રણ દિવસ ગરમીમાં આંશિક રાહત બાદ ફરી તાપમાન ઊંચકાવાની આગાહી કરવામાં આવી છે. પવનની દિશા પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમની થતાં અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતાં ત્રણ દિવસ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે.
પવનની દિશા પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમની થતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા ત્રણ દિવસ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. સમુદ્ર તરફથી આવતાં ગરમ પવનોએ બુધવારે ગુજરાતના મોટાભાગના વિસ્તારને ચપેટમાં લીધો હતો. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી તાપમાન હતું.
જામનગર
લાગલગાટ એક સપ્તાહ સુધી જામનગરમાં ગરમીનું મોજૂ ફરી વળ્યા બાદ આજથી સૂર્યકોપ ઓછો થયો હોય તેમ મહતમ તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી નીચે સરકી જતા કાળઝાળ ગરમીમાં લોકોને રાહત થઈ છે. મહતમ તાપમાન 35.8 ડિગ્રી નોંધાયું છે. તેની સાથે પવનની ગતિમાં 3.7 કિમીનો વધારા સાથે પ્રતિકલાક 11 કિમિ નોંધાઇ છે.
આગામી પાંચ દિવસ સુધી તંત્ર દ્વારા કોઈ ચેતવણી આપી નથી.લઘુતમ તાપમાનમાં 1 ડિગ્રી વધીને 24.5 ડિગ્રી નોંધાયું છે.જ્યારે ભેજનું પ્રમાણ 80 ટકા રહ્યું છે.આજે સવારથી વાદળછાયુ વાતાવરણ અને પવનની રફટરથી લોકોએ ગરમીમાં રાહત. અનુભવે છે.