બ્રેકીંગ ન્યુઝ
રાજકોટ કલેક્ટર કચેરીને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ક્રાઈમ બ્રાંચ, SOG, ડોગ સ્કવૉડ સહિતની ટીમે આ ધમકીને લઇને તપાસ શરૂ કરી છે.
વડોદરાની GIPCL કંપનીને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. વડોદરા સ્થિત GIPCL કંપનીના મુખ્ય અધિકારીને મેઈલથી આ ધમકી આપવામાં આવી હતી

રાજકોટ કલેક્ટર કચેરીને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ક્રાઈમ બ્રાંચ, SOG, ડોગ સ્કવૉડ સહિતની ટીમે આ ધમકીને લઇને તપાસ શરૂ કરી છે. ધમકીને પગલે કલેક્ટર કચેરીમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે
મહત્વનું છે કે ગઇકાલે વડોદરાની GIPCL કંપનીને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. વડોદરા સ્થિત GIPCL કંપનીના મુખ્ય અધિકારીને મેઈલથી આ ધમકી આપવામાં આવી હતી. થર્મલ,રીન્યુએબલ એનર્જી અને માઈન્સનું કામ આ કંપની દ્વારા કરવામાં આવે છે. ત્યારે સૌથી મોટો સોલર પ્લાન્ટ પણ આ કંપની પાસે છે.
ધમકી આપનાર દ્વારા કંપનીના MDના મેઇલ આઇડી પર આ મેઇલ મોકલવામાં આવ્યો હતો.. આ ઘટનામાં એસઓજી, બીડીડીએસની ટીમ, લોકલ ટીમ, ડીસીપી ક્રાઈમ, એસઓજી ટીમ સહિતની ટીમો દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ કશુંજ વાંધાજનક મળ્યું ન હતું.
Poll not found