જાણવા જેવું

આજે બંધારણના ઘડવૈયા અને દલિતોના મસીહા બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ છે ,

ભારતભૂમિ પર અવતરેલા મહા માનવ એવા ડો.બાબાસાહેબ આંબેડકર સાચા અર્થમાં 'બડાસાહેબ' હતા અને આજે બડાસાહેબની મહાનતાનો એક ખાસ કિસ્સો યાદ કરવો ઘટે છે.

ભારતભૂમિ પર અવતરેલા મહા માનવ એવા ડો.બાબાસાહેબ આંબેડકર સાચા અર્થમાં ‘બડાસાહેબ’ હતા અને આજે બડાસાહેબની મહાનતાનો એક ખાસ કિસ્સો યાદ કરવો ઘટે છે. પોતાના લાખો દલિતો માટે બાબાસાહેબે એક એવો મોટો ત્યાગ કરી નાખ્યો કે જે ઈતિહાસમાં યુગોયુગ અમર રહેશે. 1932ની સાલમાં અંગ્રેજ સરકારે દલિતોને ડબલ મતાધિકારનો હક આપ્યો, અર્થાત દલિતોને પોતાના મતવિસ્તારમાંથી પોતાના ઉમેદવાર અને બીજા સામાન્ય ઉમેદવારને એમ ડબલ વોટ આપવાનો અધિકાર મળ્યો.

બાબાસાહેબ તો દલિતો માટે આ કામ સારુ કર્યું પરંતુ ગાંધીજીને તેમાં વાંધો પડ્યો. ગાંધીજીએ દલિતોના ડબલ મતાધિકારનો પૂરો વિરોધ કર્યો અને બ્રિટીશ સરકારને આ હક પાછો લઈ લેવા માટે ઘણા પત્રો લખ્યાં, કોઈ જવાબ ન મળતાં આખરે ગાંધીજી પુણેની યરવડા જેલમાં આજીવન ઉપવાસ પર ઉતર્યાં અને જ્યાં સુધી આ હક પાછો ન ખેંચાય ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવાનું જાહેર કર્યું પછી ભલેને પોતાનો પ્રાણ કેમ ન ચાલ્યો જાય?

ઉપવાસને કારણે મહાત્મા ગાંધીની તબિયત સતત બગડવા લાગી. આંબેડકર પર અસ્પૃશ્યોના અધિકારો સાથે સમાધાન કરવાનું દબાણ વધવા લાગ્યું. દેશના ઘણા ભાગોમાં ભીમરાવ આંબેડકરના પૂતળાઓનું દહન કરવામાં આવ્યું. તેમની સામે વિરોધ પ્રદર્શનો થયા. ઘણી જગ્યાએ, સામાન્ય વર્ગના લોકોએ દલિત વસાહતોને બાળી નાખી, સ્થિતિ તો એવી થઈ ગઈ હતી કે બાબાસાહેબના જીવ પર જોખમ થવા લાગ્યું હતું અને આ બધાને કારણે બાબા સાહેબને નમતું જોખવું પડ્યું હતું.

આખરે બાબા સાહેબ 24 સપ્ટેમ્બર 1932ના રોજ સાંજે 5 વાગ્યે પુણેની યરવડા જેલમાં પહોંચ્યા હતા. અહીં મહાત્મા ગાંધી અને બાબા સાહેબ આંબેડકર વચ્ચે એક કરાર થયો હતો, જેને પૂના કરાર કહેવામાં આવ્યો. ઉપવાસ તોડાવતાં ગાંધીજીને લીંબુ પાણીનો ગ્લાસ આપતાં બાબાસાહેબ બોલ્યાં હતા કે, ‘મિસ્ટર ગાંધી, હું તમને લોહીનો પ્યાલો આપું છું’, અર્થાત, મેં દલિતોના હકનું બલિદાન આપીને તમારો જીવ બચાવી લીધો છે. કહેવાય છે પુના કરાર પર હસ્તાંક્ષર કરતાં બાબાસાહેબ રડ્યાં પણ હતા. આ કરારમાં દલિતો માટે અલગ ચૂંટણી અને બે મતનો અધિકાર નાબૂદ કરવામાં આવ્યો અને બદલામાં, પ્રાંતીય વિધાનસભાઓમાં દલિતો માટે અનામત બેઠકોની સંખ્યા 71 થી વધારીને 147 કરવામાં આવી અને કેન્દ્રીય વિધાનસભામાં કુલ બેઠકોના 18 ટકા કરવામાં આવી.

એક મત એવો પણ ચાલી રહ્યો છે કે જો બાબાસાહેબ ન ઝૂક્યાં હોત તો અને ઉપવાસ વખતે ગાંધીજીનું અવસાન થયું હોત તો તે વખતનો માહોલ જોતાં દલિતોનો ભયંકર નરસંહાર થયો હોત તેવો વિદ્વાનોનો મત છે. આ પ્રસંગને બાબાસાહેબની મહાનતા તરીકે વર્ણવવામાં આવ્યો છે.

બાબા સાહેબ આંબેડકરે 1956માં બીબીસીને એક ખાસ ઈન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેમણે ગાંધીજી સાથેના તેમના સંબંધોનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે આંબેડકર: હું પ્રથમવાર મિસ્ટર ગાંધીને 1929માં મળ્યો હતો, એક મિત્રના માધ્યમથી, અમારા કૉમન ફ્રૅન્ડના માધ્યમથી. જેમણે ગાંધીજીને કહ્યું હતું કે ‘મને મળે.’ તેથી મિસ્ટર ગાંધીએ મને પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે’ આપણે મળીએ’. તેથી હું તેમને જઈને મળ્યો હતો. ગોળમેજી પરિષદમાં જતા પહેલાં જ મળ્યો હતો. તે પછી બીજી ગોળમેજી પરિષદ વખતે તેઓ આવ્યા હતા. પહેલી વખતે નહોતા આવ્યા. તેઓ પાંચ કે છ મહિના રોકાયા હતા. તે વખતે તેમને મળ્યો હતો અને બીજી ગોળમેજી પરિષદમાં પણ મળ્યો હતો. તે પછી પણ મળ્યો હતો. પુના કરાર થયા પછી પણ મળ્યો હતો. તેમણે કહ્યું હતું કે મળવા આવજો. તેથી હું ગયો હતો અને મળ્યો હતો. તેઓ ત્યારે જેલમાં હતા.બસ આટલી વાર હું મિસ્ટર ગાંધીને મળ્યો હતો. પણ હું હંમેશા એમ કહેતો હોઉં છું કે હું એક વિરોધી તરીકે જ હંમેશા મિસ્ટર ગાંધીને મળ્યો હતો, તેમ છતાં મને લાગે છે કે હું બાકીના લોકો કરતાં તેમને વધારે સારી રીતે સમજી શક્યો છું. બાબાસાહેબ હંમેશા હતા કે ગાંધીજી મહાત્માના બિરુદને લાયક નથી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button