પશ્ચિમ બંગાળ ; વકફ કાનુન રદ કરવાની માંગ સાથે મુર્શિદાબાદમાં ફરી હિંસા ભડકી ઉઠી હતી. ભીડે બોમ્બ વિસ્ફોટો કર્યા હતા અને હવાલે કરી દીધા હતા.
દેખાવકારોનો પોલીસ પર પથ્થરમારો, પોલીસે લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસ સેલ છોડયા : હિંસાને લઈને ભાજપનાં સીએમ સામે સવાલો

વકફ કાનુન રદ કરવાની માંગ સાથે મુર્શિદાબાદમાં ફરી હિંસા ભડકી ઉઠી હતી. ભીડે બોમ્બ વિસ્ફોટો કર્યા હતા અને હવાલે કરી દીધા હતા. દેખાવકારોએ ટ્રેનો પર પણ હુમલા કર્યા હતા જેને લઈને બે ટ્રેનો રદ કરી દીધી હતી અને પાંચ ટે્રનોનાં રસ્તા બદલી નાખ્યા હતા.
હાલત પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના સેલ પણ છોડયા હતા.દેખાવકારો સાથેની અથડામણમાં અનેક પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા હતા. મુર્શિદાબાદનાં જંગીપુરમાં હિંસક વિરોધ પ્રદર્શનને લઈને વિસ્તારમાં સુરક્ષ વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.દરમ્યાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઉપદ્રવીઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.
દરમ્યાન મુર્શિદાબાદ હિંસા પર ભાજપ સાંસદ પ્રવિણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળ સરકાર અરાજકતાને રોકવા અસમર્થ છે અથવા ઈચ્છુક નથી. જે રીતે રાજયમાં અભિવ્યકિતની સ્વતંત્રતાને દબાવવામાં આવી રહી છે અને ત્યાંની સરકાર કંઈ કરી શકતી નથી તે ચિંતાજનક છે.
રાજય સરકારે હિંસા ફેલાવનારાઓ સામે ઝડપથી કાર્યવાહી કરવી જોઈએ આથી મુખ્યમંત્રીનાં કામકાજ પર સવાલ ઉઠે છે શું રાજય સરકાર ચૂપચાપ જોઈને આ ગતિવિધીને પ્રોત્સાહન આપી રહી છે.