શિખર પર કળશ દ્વાર પર ઈતિહાસ સાથે અયોધ્યામાં રામમંદિર 15 મે સુધીમાં પૂરું થશે ,
મંદિરમાં રામેશ્વરમની કલાકૃતિ પણ સ્થાપિત થશે : શિખર પર ધ્વજ દંડ અને વિમાન માટે એવિએશન લાઈટ પણ લગાવવામાં આવશે

અત્રે રામમંદિરનું નિર્માણ પુરજોશમાં ચાલી રહ્યું છે. દરમિયાન રામમંદિર નિર્માણ સમિતિના ચેરમેન નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે, મંદિરનું નિર્માણ 15 મે સુધીમાં પુરું કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, સપ્ત ઋષિના સાતેય મંદિરોની મૂર્તિઓ આવી ગઈ છે. તેને સાતેય મંદિરમાં બે દિવસમાં સ્થાપિત કરવામાં આવશે.
ત્યારબાદ કમ્પાઉન્ડ વોલના 6 દેવી-દેવતાઓના મંદિરોમાં મૂર્તિઓ અને રામ દરબારની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા શુભ મુર્હુતમાં કરવામાં આવશે. આ કામ પણ મે સુધીમાં પુરું કરવામાં આવશે. મૂર્તિકાર વાસુદેવ કામતે પરકોટામાં લગાવવામાં આવી રહેલ મ્યુરલ્સનું પણ નિરીક્ષણ કર્યુ હતું.
તેમણે જણાવ્યું હતું કે, રામમંદિરના પૂર્વ મુખ્ય પ્રવેશદ્વાર પર 500 વર્ષના મંદિરના ઈતિહાસને પ્રદર્શિત કરાયો હતો. લોકોની સુવિધા માટે યાત્રી સુવિધા કેન્દ્ર પર પણ મંદિરનો ઈતિહાસ પીતળની પટ્ટી પર કોતરાયો છે. રામમંદિરના લાઈટીંગના કામ પર મંથન ચાલી રહ્યુ છે.
રામમંદિરના પ્રથમ માળની ઉપર રામેશ્વરમમાં ભગવાન રામના શિવપૂજનની કલાકૃતિ સ્થાપિત કરવામાં આવશે. આ કલાકૃતિ અયોધ્યા પહોંચી ચૂકી છે અને મૂર્તિકાર વાસુદેવ કામથે તેને સ્વીકૃતિ આપી દીધી છે.
તેનો ઉદેશ ઉતર અને દક્ષિણ ભારતનો સાંસ્કૃતિક સેતુ બનાવવાનો છે. શ્રદ્ધાળુઓને છાંયા માટે એલએનટી અને રાજકીય નિર્માણ નિગમ વ્યવસ્થા કરી રહ્યા છે. જેથી તેમને કોઈ અસુવિધા ન થાય.