ટ્રમ્પે હવે જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં દવાની આયાત પર ટેરિફ લાદવામાં આવશે.
ટ્રમ્પે કહ્યું, 'હું જ્યારે ઇચ્છું ત્યારે ટેરિફ લાદી શકું છું, અને તે સમય બહુ દૂર નથી જ્યારે અમે દવાની આયાત પર ટેરિફ લાદીશું.' ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ટૂંક સમયમાં આ સંદર્ભમાં આદેશ જારી કરશે

ટ્રમ્પે કહ્યું, ‘હું જ્યારે ઇચ્છું ત્યારે ટેરિફ લાદી શકું છું, અને તે સમય બહુ દૂર નથી જ્યારે અમે દવાની આયાત પર ટેરિફ લાદીશું.’ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ટૂંક સમયમાં આ સંદર્ભમાં આદેશ જારી કરશે. જો અમેરિકા દવાઓની આયાત પર ટેરિફ લાદે છે તો તેનું પરિણામ તેના લોકોને ભોગવવું પડશે. ભારત જેવા દેશોમાંથી આવતી સસ્તી દવાઓ મોંઘી થશે.
આ દરમિયાન ટ્રમ્પે ઈરાન અંગે પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું, ‘ઈરાન અમારી સાથે ડિલ કરવા માંગે છે, પણ તેમને ખબર નથી કે તે કેવી રીતે કરવું.’ ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કાર્યક્રમના મુદ્દા પર ફરી એકવાર વાતચીત શરૂ થઈ છે.
ટ્રમ્પે યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વિશે કહ્યું, ‘તેઓ હંમેશા મિસાઇલો ખરીદવાનો પ્રયાસ કરે છે. સાંભળો, જ્યારે તમે યુદ્ધ શરૂ કરો છો, ત્યારે તમને એ ખબર હોવી જોઈએ કે તમે તે યુદ્ધ જીતી શકો છો. તમે એવા વ્યક્તિ સાથે યુદ્ધ શરૂ નથી કરતા જે તમારા કરતા 20 ગણી મોટી હોય અને પછી લોકો પાસેથી અપેક્ષા રાખે છે કે લોકો તમને કેટલીક મિસાઇલો આપી દેશે.’
જણાવી દઈએ કે ઝેલેન્સકીએ યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પને યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી ઇચ્છે છે કે યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પ યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લે અને એ જાણે કે પુતિને તેમના દેશની હાલત કેવી કરી નાખી છે.