સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, ”ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારા છે અને સાત જન્મ લે તો પણ ભાજપ અને RSSને ખતમ ન કરી શકે
ભાજપની તાકાતને કોંગ્રેસ પણ જાણે છે, વધુમાં કહ્યું કે, ''પાર્ટીની વિચારધારા અને મહેશભાઇની વિચારધારા અલગ હતી'

આદિવાસીઓના અગ્રણી અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય તેમજ છોટુ વસાવાના દીકરા મહેશ વસાવાના ભાજપ છોડવા મુદ્દે સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, ”મહેશ વસાવાએ ઉતાવળું પગલું ભર્યુ છે તેમજ બોલાવવા છતાં તેઓ કેટલીક બેઠકમાં હાજર નહોતા રહેતા” એટલુ જ નહી પરંતુ મનસુખ વસાવાએ એમ પણ કહી દીધું કે, ”મહેશભાઇ સમજ વિનાની વાત કરે છે”
સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, ”ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારા છે અને સાત જન્મ લે તો પણ ભાજપ અને RSSને ખતમ ન કરી શકે, ભાજપને ખતમ કરવાની વાતો કરતા લોકો પોતે જ ખતમ થઇ ગયા છે તેમજ ભાજપની તાકાતને કોંગ્રેસ પણ જાણે છે, વધુમાં કહ્યું કે, ”પાર્ટીની વિચારધારા અને મહેશભાઇની વિચારધારા અલગ હતી”
મનસુખ વસાવાએ કહ્યું કે, ”મહેશભાઈ એક વર્ષ અગાઉ ભાજપમાં જોડાયા હતા ત્યારે ભાજપના તમામ સિનિયર નેતાઓ સાથે પરામર્શ થયો હતો અને ત્યારે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે, ભાજપ રાષ્ટ્રીય વિચાર ધારાવાળી પાર્ટી છે. ત્યારે આ તમામ બાબતો તેઓ સમજીને ભાજપમાં જોડાયા હતા અને એક વર્ષ અમે સાથે મળીને કામ પણ કર્યુ છે પરંતુ તેમણે આ ઉતાવળું પગલું ભર્યું છે”
મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. અગાઉ મહેશ વસાવા મારુતિસિંહના માર્ગદર્શનમાં ભાજપમાં જોડાયા હતા. આ તરફ હવે પોતાના કામને ન્યાય ન મળતો હોવાનો મહેશ વસાવાએ આરોપ લગાવી તેમણે ભાજપને અલવિદા કહી દીધી છે. તો બીજી તરફ મનસુખ વસાવા કહ્યું કે, તેઓ ભાજપની વિચારધારાથી અલગ હતા અને તેમણે આ ઉતાવળું પગલું ભર્યું છે”