રોબર્ટ વાડ્રાની ફરી એક વખત આજે એન્ફોર્સમેન્ટ વિભાગે પુછપરછ કરી હતી. વાડ્રાને અગાઉ તા.8ના રોજ હાજર થવા સમન્સ હતું પણ તે વિદેશ હોવાથી હાજર થયા ન હતા.
23000 પાનાના દસ્તાવેજો સોપ્યા છે : 15 - 20 વખત પુછપરછ થઈ છે : એજન્સીનો દુરઉપયોગનો આરોપ

18 વર્ષ જૂના એક જમીન વિવાદમાં ગાંધી કુટુંબના જમાઈ રોબર્ટ વાડ્રાની ફરી એક વખત આજે એન્ફોર્સમેન્ટ વિભાગે પુછપરછ કરી હતી. વાડ્રાને અગાઉ તા.8ના રોજ હાજર થવા સમન્સ હતું પણ તે વિદેશ હોવાથી હાજર થયા ન હતા.
આજે તેઓ નવા સમન્સને કારણે હાજર થવા 2008માં રોબર્ટ વાડ્રાની કંપની સ્કાય લાઈટ હોસ્પીટાલીટીએ ગુરૂગ્રામ પાસે 7.5 એકર જમીન રૂા.7.5 કરોડમાં ખરીદીને બાદમાં તે ડીએમએફને રૂા.58 કરોડમાં વેચી હતી.
જેમાં આ રીતે જંગી નફો એ મની લોન્ડ્રીંગ હોવાની શંકા ઈડીને ગઈ હતી. જો કે તે સમયની હરિયાણાની કોંગ્રેસ સરકારે વાડ્રાને કલીન ચીટ આપી હતી પણ બાદ ભાજપ સરકાર આવતા કેસ ફરી ખુલ્યો હતો.
વાડ્રાએ આજે ઈડી સમક્ષ હાજર થયા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અગાઉ 10-15 વખત હું આ કેસમાં હાજર થઈ ચૂકયો છું. 23000 પાનાના દસ્તાવેજો પણ આપ્યા છે અને હજું સુધી એજન્સી કોઈ ગેરરીતિ શોધી શકી નથી.
ફકત રાજકીય બદલો લેવા આ કેસ ચલાવાઈ રહ્યો છે. આજે પણ તે તમામ પ્રશ્નોના જવાબ આપ્યા છે. એજન્સીનો દુર ઉપયોગ થઈ રહેલો હોવાનો આક્ષેપ તેણે કર્યો હતો.